અમદાવાદઃ યુવકો કારમાં તોડફોડ કરતા રહ્યા અને પોલીસ જોતી રહી, જુઓ VIDEO - Sandesh
NIFTY 10,741.10 -60.75  |  SENSEX 35,387.88 +-156.06  |  USD 67.7925 -0.28
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • અમદાવાદઃ યુવકો કારમાં તોડફોડ કરતા રહ્યા અને પોલીસ જોતી રહી, જુઓ VIDEO

અમદાવાદઃ યુવકો કારમાં તોડફોડ કરતા રહ્યા અને પોલીસ જોતી રહી, જુઓ VIDEO

 | 5:17 pm IST

અમદાવાદમાં લુખ્ખાઓને જાણે પોલીસ રક્ષણ આપી રહી હોય અને પોલીસની નજરમાં જ લુખ્ખાઓ શહેરમાં આતંક ફેલવાતા હોય તેવો જ એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં પોલીસની હાજરીમાં કેટલાક આવારા તત્વો કારમાં તોડફોડ કરતા નજરે પડે છે. જાણવા મળતી માહિતી અનુસાર આ વીડિયો અમદાવાદના ગુરુકુળ વિસ્તારનો હોવાનું સામે આવ્યું છે. જ્યાં કેટલાક અસામાજિક તત્વો કારમાં તોડફોડ કરી રહ્યા છે. અને ત્યાં હાજર બાઇક સવાર પોલીસકર્મીઓ મૂક પ્રેક્ષક બનીને બેઠા હતા.