Ahmedabad BRTS Case: BRTS Driver Breaks Red Signal Caught on CCTV
  • Home
  • Ahmedabad
  • અમદાવાદ BRTS બસ એક્સિડેન્ટઃ CCTVમાં ડ્રાઈવરની ગફલતનો થયો આ ચોંકાવનારો ખુલાસો

અમદાવાદ BRTS બસ એક્સિડેન્ટઃ CCTVમાં ડ્રાઈવરની ગફલતનો થયો આ ચોંકાવનારો ખુલાસો

 | 3:15 pm IST

અમદાવાદમાં પાંજરાપોળ પાસે યમદૂત સમાન બનેલી BRTS બસોએ બાઈકને અડફેટે લેતાં બે સગાં ભાઈઓનાં કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. દિવસે ને દિવસે કાળ સમાન બની રહેલી બીઆરટીએસ બસને કારણે એકબાજુ સામાન્ય પ્રજાજનોમાં ભારે રોષ છે. ત્યારે આ મામલે સત્તાધીશો અકસ્માતને સ્વાભાવિક પ્રક્રિયા ગણાવીને પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે. ત્યારે સીસીટીવી કેમેરામાં ચોંકાવનારો ખુલાસો થયો છે.

ઘટનાની વિગતમાં વાત કરીએ તો, આ અકસ્માતમાં મોતને ભેટેલ નયન રામ અને જયેશ રામ તાલાલા પાંજરાપોળ પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે તેઓ ચાર રસ્તા પરનાં સિગ્નલે ઉભા રહ્યા હતા. જેઓ તેમનો સિગ્નલ ચાલુ થયો ત્યારે તેઓ નિયમ પ્રમાણે પસાર થઈ રહ્યા હતા. પણ તે જ સમયે પોતાના ટ્રાફિક નિયમોથી ઉપર ગણતાં BRTS બસનાં ચાલકે રેડ સિગ્નલ હોવા છતાં પૂરપાટ ઝડપે બસ હંકારી મૂકી હતી.

બીઆરટીએસ બસનાં ડ્રાઈવરોની મનમાનીને કારણે આજે બે જિંદગીઓ હોમાઈ ગઈ હતી. ચાર રસ્તા પર લાગેલાં સીસીટીવીમાં આ ખુલાસો થયો છે કે, રેડ સિગ્નલ હોવા છતાં બસનાં ચાલકે બસ હંકારી મૂકી હતી. અકસ્માત બાદ ડ્રાઈવર બસ મૂકીને ફરાર થઈ ગયો હતો. અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં સત્તાધીશો તેને એક સ્વાભાવિક પ્રક્રિયા ગણાવી રહ્યા છે.

છેલ્લા ઘણા વર્ષોમાં અમદાવાદમાં બીઆરટીએસ અને સિટી બસનાં ડ્રાઈવરોએ અનેક જિંદગીઓ ખતમ કરી નાખી છે. અને અનેક પરિવારોનાં માળા વિખેરી નાખ્યા છે. તેમ છતાં તંત્રનાં પેટનું પાણી હલતું નથી. અને જ્યારે પણ આ પ્રકારની ઘટનાઓ સામે આવે છે ત્યારે તેઓ ફક્ત એક જ રટણ કરી જાય છે કે, અમારી સંવેદના મૃતકોનાં પરિવાર સાથે છે. પણ મૃતકોનાં પરિવારને તમારી સંવેદનાની જરૂર નથી. પણ તમારી જાગૃકતાની જરૂર છે. એક અકસ્માતમાં જિંદગી હોમાઈ ગયા બાદ કેમ તમે કોઈ ઠોસ પગલાં ભરી શકતા નથી. કે જેને કારણે બીજો અકસ્માત બસ દ્વારા થાય જ નહી.

આ વીડિયો પણ જુઓઃ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન