Ahmedabad Caretaker Cheating NRI Person With More Than 25 Lakh
  • Home
  • Ahmedabad
  • અમદાવાદમાં NRIને નોકર પર ભરોસો ભારે પડ્યો, જાણો કેવી રીતે 25.27 લાખનો વહીવટ કરી નાંખ્યો?

અમદાવાદમાં NRIને નોકર પર ભરોસો ભારે પડ્યો, જાણો કેવી રીતે 25.27 લાખનો વહીવટ કરી નાંખ્યો?

 | 12:06 pm IST

રાજ્યમાં ઘરઘાટીઓ ઘરમાં હાથફેરો કરીને ફરાર થતા અનેક કિસ્સાઓ સામે આવે છે. ત્યારે અમદાવાદમાં એક NRIને પોતાના નોકર પર ભરોસો મૂકવો ભારે પડ્યો હતો. આ ઘટનામાં NRIને પોતાના મિત્ર પાસેથી લેવાના નીકળતા રૂપિયા 22 લાખ નોકર લઈને રફૂચક્કર થઈ જતા આ ઘટના પોલીસ સ્ટેશન પહોંચી હતી. હાલ યુનિવર્સિટી પોલીસે ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરી છે. આ ઘટનામાં જાણવા મળે છે કે ઘરના નોકરે પરિવારના અન્ય સભ્યોના ખાતામાંથી પણ બીજા રૂપિયા ઉપાડી લીધા છે. જેમાં કુલ મળીને રૂપિયા 25.27 લાખ લઈને નોકર ફરાર થઈ જતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના નારણપુરાના અને હાલ અમેરિકાના ન્યૂજર્સીમાં રહેતા કપિલભાઈ પટેલ ગુજરાત આવ્યો હતો. તેઓએ અમદાવાદ ખાતે રહેતા માતાપિતાની દેખરેખ કરવા તેમના મિત્ર રમેશ શાહના રેફરન્સથી રાજસ્થાનના આબેદ સિંધીને પોતાના નોકર તરીકે વર્ષ 2012થી નોકરીએ રાખ્યો હતો. સાથે તેને ઘરની બધી ચાવીઓ પણ આપી હતી, એક રીતે જોવા જઈએ તો નોકર વિશ્વાસું બની ગયો હતો. પરંતુ કહેવાય છે ને રૂપિયા ભલભલાનો વિશ્વાસ અને મન બગાડી નાંખે છે. બસ આ ઘટનામાં પણ કંઈક આવું જ બન્યું હતું.

આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે, ન્યૂજર્સી રહેકતા કપિલભાઈ વર્ષ 2015માં ભારત આવ્યા હતા. તેમણે ગાંધીનગરમાં બે ફ્લેટ પસંદ પડી જતા બુક કરાવતા 22 લાખની જરૂર પડી હતી. તેમણે મિત્ર અશોકભાઈ પાસેથી પૈસા લેવાના નીકળતા હોવાથી તેમણે રૂપિયાની માંગણી કરી હતી. જોકે, એ સમયે રૂપિયા ન હોવાથી થોડા દિવસોમાં આ 22 લાખ નોકર આબેદને આપવા જણાવ્યું હતું. બસ થોડા સમય પછી કપિલભાઈના મિત્ર અશોકભાઈએ ઘરે જઈને તેના ઘરઘાટી આબેદને રૂપિયા આપ્યા હતા. સાથે કપિલભાઈના પિતા ભારત આવે ત્યારે તેમને આ રૂપિયા આપી દેવા પણ જણાવ્યું હતું.

ત્યારબાદ અમેરિકા જતા રહેલા કપિલભાઈના પિતા ભારત આવીને પોતાના નોકર પાસે રૂપિયા માંગ્યા હતા, તો નોકરે તે રૂપિયા વ્યાજે આપ્યા હોવાનું કહી ગલ્લાતલ્લા કર્યા હતા. બાદમાં કપિલભાઈ ભારત આવ્યા ત્યારે આબિદે એવું બહાનું કર્યું હતું કે તેણે બે ટ્રકની ખરીદી કરી છે. તેમ કહીને તેણે 22 લાખ રૂપિયા આપ્યા ન હતા. આ દરમિયાન આબીદે કપિલભાઈના માતાપિતાના ખાતામાંથી પણ 25 હજાર રૂપિયા ઉપાડી ફરાર થઈ ગયો હતો. આખરે ચારેક વર્ષ દરમિયાન આરોપી આબીદે 25.27 લાખની રૂપિયાની છેતરપિંડી આચરતા કપિલભાઈએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન