Ahmedabad Corona: AMC Closes Nehru Bridge and Kalupur Market
  • Home
  • Ahmedabad
  • કોરોના કહેર વર્તાવતાં AMCનો નિર્ણય, નહેરુબ્રિજ અને કાલુપુરનું શાકમાર્કેટ-ફૂલમાર્કેટ બંધ

કોરોના કહેર વર્તાવતાં AMCનો નિર્ણય, નહેરુબ્રિજ અને કાલુપુરનું શાકમાર્કેટ-ફૂલમાર્કેટ બંધ

 | 6:35 pm IST

અમદાવાદમાં કોરોના વાયરસે કાળો કહેર વર્તાવ્યો છે. અમદાવાદમાં કોરોના પોઝિટિવ કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધી અમદાવાદમાં કોરોના પોઝિટિવનાં કુલ કેસો 77 થયા છે. જેમાંથી મોટા ભાગના કેસો પૂર્વ વિસ્તારમાં છે. જે બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નહેરુબ્રિજ અને કાલુપુરનું શાકમાર્કેટ અને ફૂલમાર્કેટ બંધ કરી દેવામાં આવ્યા છે.

અમદાવાદમાં કોરોના પોઝિટિવનાં કુલ 77 કેસ નોંધાયા છે. પશ્ચિમ વિસ્તારમાં અત્યાર સુધી 19 કેસ નોંધાયા છે. તો પૂર્વ વિસ્તારમાં કુલ 57 કેસ નોંધાયા છે. જેમાં કાલુપુરમાં 11 કેસ નોંધાયા છે. આમ પૂર્વ વિસ્તારમાં સતત વધી રહેલાં કેસોને જોતાં મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ નેહરુબ્રિજ, કાલુપુર ફ્રુટમાર્કેટ અને શાકમાર્કેટને અનિશ્ચિત સમય સુધી બંધ રાખવા આદેશ કર્યો છે.

એટલે કે હવે નહેરુબ્રિજ પર હવે કોઈપણ ખાનગી વાહન અવરજવર નહીં કરી શકે. તો કાલુપુર શાકમાર્કેટ અને ફૂલમાર્કેટ સૌથી સંક્રમિત અને કલસ્ટર ઝોન કાલુપુર ટાવર પાસે જ આવેલા છે તેને કારણે બંને માર્કેટને બંધ કરવામાં આવ્યા છે. લોકો અવરજવર ન કરી શકે અને લોકડાઉનનો સંપૂર્ણ અમલ થાય તે માટે આ નિર્ણય લેવાયો છે.

આ વીડિયો પણ જુઓઃ તબલિગી જમાતમાં ગયેલા લોકોની તપાસ યથાવત્

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન