Ahmedabad Corona: People looted Vegetables From the Shops
  • Home
  • Ahmedabad
  • અમદાવાદઃ કાલુપુર માર્કેટ બંધ કરવાના તંત્રના આદેશથી લોકોએ મચાવી લૂંટ, કોટ વિસ્તાર બફર ઝોન જાહેર

અમદાવાદઃ કાલુપુર માર્કેટ બંધ કરવાના તંત્રના આદેશથી લોકોએ મચાવી લૂંટ, કોટ વિસ્તાર બફર ઝોન જાહેર

 | 10:06 pm IST

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ખાસ કરીને કોટ વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ વધારે પડતું ફેલાઈ ચૂક્યું છે. જેને અટકાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ તંત્ર દ્વારા કાલુપુરના શાકમાર્કેટ સહિત નહેરુબ્રિજ બંધ રાખવાનો આદેશ કરાયો છે. જો કે આદેશનાં થોડા સમય બાદ જ શાકમાર્કેટની દુકાનોમાં લોકોએ લૂંટફાટ શરૂ કરી દીધું હતું. જેને પગલે પોલીસ કાફલો દોડી આવ્યો હતો.

અમદાવાદમાં લોકડાઉન અને કાલુપુર માર્કેટ બંધ કરી દેવાના આદેશથી સ્થાનિકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કાલુપુર શાકમાર્કેટ અને ફ્રૂટ માર્કેટ બંધ રાખવાના આદેશ આપ્યા બાદ લોકો દુકાનોમાં પડેલો શાકભાજીનો જથ્થો લૂંટીને જતાં રહ્યા હતા. અંદાજે 25 જેટલી દુકાનોમાંથી સ્થાનિકોએ લૂંટ ચલાવી હતી. લૂંટને પગલે પોલીસકાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

તો બીજી બાજુ અમદાવાદનો કોટ વિસ્તાર બફર ઝોન જાહેર કરવામાં આવ્યો છે. કોરોનાના વધતા કેસને લઈ AMCએ આ નિર્ણય કર્યો છે. અવરજવર કરતા તમામનું મેડિકલ ચેકિંગ થશે. અને કોટ વિસ્તારના તમામ ઘરોમાં સર્વે કરાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન