Ahmedabad Corona Virus treatment discontinued at HL Trivedi Kidney Institute and Gujarat Cancer Institute
  • Home
  • Ahmedabad
  • અમદાવાદમાં કોરોનાને લઈ આશ્ચર્યજનક નિર્ણય, બે હોસ્પિ.માં કોરોના વોર્ડ બંધ કરાયા, જાણો તેના પાછળની હકીકત

અમદાવાદમાં કોરોનાને લઈ આશ્ચર્યજનક નિર્ણય, બે હોસ્પિ.માં કોરોના વોર્ડ બંધ કરાયા, જાણો તેના પાછળની હકીકત

 | 12:38 pm IST

ગુજરાતમાં કોરોના મહામારીનું એપી સેન્ટર ગણાતા અમદાવાદમાં કોરોનાને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદમાં આવેલી HL ત્રિવેદી કિડની ઈન્સ્ટીટ્યૂટમાં કોરોનાની સારવાર બંધ કરી દેવામાં આવી છે. પરંતુ ત્યાં કેન્સર અને કિડનીની સારવાર ચાલું રહેશે. અમદાવાદમાં કોરોનાના કેસ ઘટતા આ નિર્ણય લેવામાં આવ્યો છે પરંતુ આ નિર્ણયથી ઘણાને આશ્ચર્ય થયું છે. અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે.

સિવિલ હોસ્પિટલમાં 270 દર્દીઓ સારવાર હેઠળ છે. ત્યારે એચ એલ ત્રિવેદી કિડની ઇન્સ્ટિટ્યૂટ અને ગુજરાત કેન્સર ઇન્સ્ટિટ્યૂટમાં કોરોનાની સારવાર બંધ કરી દેવામાં આવી છે. જેથી હવે સિવિલ કેમ્પસની કિડની અને કેન્સર હોસ્પિટલમાં હવે કોરોનાનાં નવા દર્દી મોકલવામાં આવશે નહીં.

દેશમાં કોરોના આજે ચરમસીમાએ પહોંચી ગયો છે ત્યારે અન્ય રાજ્યોમાં હોસ્પિટલમાં બેડ ખૂટી પડતા ત્યાં તાત્કાલિક બેડ ઊભા કરવામાં આવી રહ્યા છે. આવા સમયમાં હવે અમદાવાદમાં કોરોનાનાં દર્દી ઘટી રહ્યા છે અને રિક્વરી પણ વધતા હવે કોરોનાની હોસ્પિટલ ઓછી કરવામાં આવી રહી છે. સિવિલ હોસ્પિટલના સ્પેશિયલ ઓફિસર તરીકે નિમણૂક પામેલા ડો. એમ. એમ. પ્રભાકરે જણાવ્યું હતું કે, પહેલા હોસ્પિટલમાં દર્દીઓ વધારે હતા. પણ હવે સિવિલ હોસ્પિટલમાં આવેલી કિડની હોસ્પિટલ અને કેન્સર હોસ્પિટલમાં કોરોનાનાં નવા દર્દીઓને મોકલવામાં આવશે નહીં. જેને કારણે કોરોનાની સારવાર હાલ ત્યાં કરવામાં નહીં આવે .

ગુજરાતમાં સતત રિક્વરી રેટ વધ્યો છે અને નવા દર્દી ઘટી રહ્યા છે. અમદાવાદમાં હવે 100 દિવસમાં સૌથી ઓછા દર્દી ગઈકાલે સામે આવ્યા હતા. જેના કારણે સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી અન્ય હોસ્પિટલમાં કોરોનાનાં દર્દીઓ મોકલવામાં આવશે નહીં.

આ પણ જુઓ વીડિયો: વિધાનસભા પેટા ચૂંટણીને લઈ પાટનગરમાં ભાજપની કવાયત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન