Ahmedabad Crime ACP KM Joseph puts Falgun Pathak's song in WhatsApp States
  • Home
  • Ahmedabad
  • અ’વાદના મહિલા ક્રાઇમ ACPએ વૉટ્સએપ સ્ટેટ્સમાં મૂક્યો એવો વીડિયો કે, ગણતરીની ક્ષણોમાં બન્યો ચર્ચાનું કેન્દ્ર

અ’વાદના મહિલા ક્રાઇમ ACPએ વૉટ્સએપ સ્ટેટ્સમાં મૂક્યો એવો વીડિયો કે, ગણતરીની ક્ષણોમાં બન્યો ચર્ચાનું કેન્દ્ર

 | 8:00 am IST

શહેરના મહિલા ક્રાઇમ એસીપી કે.એમ. જોસફે ફાલ્ગુની પાઠકનું સોંગ હે ખાડા પુરાવો રાજ…રસ્તા સુધરાવો રાજ…નો વીડિયો વોટસઅપ સ્ટેટ્સમાં મૂક્યો છે. આ વીડિયો પોલીસ અધિકારીઓ અને પોલીસકર્મીઓમાં ફરતો થતા ચર્ચાનો વિષય બન્યો છે.

શહેરમાં ટ્રાફિક નિયમનો ભંગ કરનાર વાહનચાલકોને પોલીસ ઝડપી રહી છે ત્યાં મહિલા ક્રાઇમ એસીપીએ લોકોની વાતને સમર્થન આપતો વીડિયો મૂક્યો છે, સોશિયલ મીડિયા ઉપર આ વીડિયો મુકાયા બાદ લોકોએ પણ પોતાના વોટસઅપ સ્ટેટ્સમાં તેને મૂકીને ટ્રાફિકના નિયમો હળવા કરવા અને ખાડા ટેકરાવાળા રસ્તા સરખા કરવા માટે જુદી જુદી કોમેન્ટો કરી હતી.

પ્રજાજનોનું કહેવું છે તમે દંડ વસૂલ કરો છો તો રસ્તાઓમાં પડેલા અસહ્ય ખાડા પુરવા કે પછી નવેસરથી તાત્કાલિક રસ્તાઓ બનાવવા જોઈએ. ફાલ્ગુની પાઠક દ્વારા એક કાર્યક્રમમાં હે ખાડા પુરાવો રાજ… રસ્તા સુધરાવો રાજ…નું સોંન્ગ ગાયું હતું જે સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે.

સોંગનું અક્ષરશઃ  

હે ખાડા પુરાવો રાજ… રસ્તા સુધરાવો રાજ…

હે ખાડા પુરાવો રાજ… રસ્તા સુધરાવો રાજ…

રોજ મારી ગાડી સર્વિસ માંગે છે માં ખાડાવાળી…

જય જય ડામર… જય જય કપચી… જય જય આરસીસી… જય જય ટ્રેક્ટર… જય જય રોડ રોલર…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન