Ahmedabad Crime Branch File Chargesheet In Sweety Patel Case
  • Home
  • Featured
  • સ્વીટી પટેલ મર્ડર કેસ: અજય દેસાઈ અને કિરિટસિંહ જાડેજા વિરુદ્ધ ચાર્જશીટ ફાઈલ

સ્વીટી પટેલ મર્ડર કેસ: અજય દેસાઈ અને કિરિટસિંહ જાડેજા વિરુદ્ધ ચાર્જશીટ ફાઈલ

 | 10:30 pm IST
  • Share

  • હત્યારા પતિ અને તેના મદદગાર મિત્ર વિરુદ્ધ ચાર્જશીટ ફાઈલ
  • અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરજણની કોર્ટમાં ચાર્જશીટ
  • 1290 પેજની ચાર્જશીટમાં 100થી વધુ સાક્ષીઓના નિવેદનો

 

વડોદરા ચકચારી સ્વીટી પટેલ હત્યા કેસમાં ક્રાઈમ બ્રાંચે ચાર્જશીટ ફાઈલ કરી દીધી છે. જો કે સ્વીટી પટેલ ના અવશેષોમાં DNA પરિક્ષણ સફળ ના રહેતાં હવે તે અવશેષો અમેરિકાની ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલવામાં આવશે. આ સાથે જ ક્રાઈમ બ્રાંચે 1290 પાનાની ચાર્જશીટમાં 12 જેટલા નિવેદનો મેજિસ્ટ્રેટ સમક્ષના છે. આ સાથે જ ક્રાઈમ બ્રાંચે મહત્ત્વના દસ્તાવેજી પુરાવા પણ ચાર્જશીટ સાથે ફાઈલ કર્યા છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સ્વીટી પટેલ મર્ડર કેસમાં ક્રાઈમ બ્રાન્ચે કરજણ કોર્ટમાં 1290 પાનાની ચાર્જશીટ ફાઈલ કરી છે. જેમાં 100થી વધુ લોકોના નિવેદનો અને 12 જેટલા સાક્ષીઓના મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદનો લેવામાં આવ્યાં છે. સ્વીટી પટેલ મર્ડર કેસના મુખ્ય આરોપી અજય દેસાઈ અને તેમના મિત્ર કિરીટસિંહ જાડેજા હાલ જેલમાં કેદ છે. તેમના વિરુદ્ધ ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, સ્વીટી પટેલની હત્યા કર્યા બાદ પુરાવાઓનો નાશ કરવા માટે તેના મૃતદેહને અટાલી ખાતે સળગાવી દેવામાં આવ્યો હતો. જ્યાંથી મળી આવેલા અવશેષોને FSL ખાતે DNA ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા. જો કે તે પોઝિટિવ ના મળતા હવે સ્વીટી પટેલના અવશેષો અમેરિકાની FBI લેબમાં મોકલવામાં આવશે

આ સાથે જ ગાંધીનગર FSL ખાતેથી રાસાયણીક, ભૌતિક અને ફોરેન્સિંક રિપોર્ટ મણ મળી આવ્યા છે, જે તમામ પોઝીટીવ છે અને તેને પણ ચાર્જશીટમાં સામેલ કરવામાં આવ્યા છે.

સસ્પેન્ડેડ PI અજય દેસાઈ અને તેમના મિત્ર કિરીટસિંહ જાડેજા વિરુદ્ધ ક્રાઈમ બ્રાંચે ચાર્જશીટ તો ફાઈલ કરી છે, પરંતુ આરોપી પોતે કાયદાનો જાણકાર છે. આથી ક્રાઈમ બ્રાંચના પુરાવાને કોર્ટમાં પડકારે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે, આ કેસમાં કોર્ટનુ વલણ કેવુ રહે છે? તે જોવું રહ્યું.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો