Ahmedabad Crime Branch Held 2 With Drugs in ST Bus
  • Home
  • Ahmedabad
  • અમદાવાદ: એસટી બસમાંથી રૂ. 25 લાખના એમડી ડ્રગ્સ સાથે 2ની ધરપકડ

અમદાવાદ: એસટી બસમાંથી રૂ. 25 લાખના એમડી ડ્રગ્સ સાથે 2ની ધરપકડ

 | 9:42 pm IST
  • Share

  • પોલીસથી બચવા ડ્રગ્સ પેડલરોએ મોડસ ઓપરેન્ડી બદલી
  • ડ્રગ્સની હેરાફેરી માટે સરકારી ટ્રાન્સપોર્ટ સર્વિસનો ઉપયોગ
  • એક આરોપીની અગાઉ પોટા હેઠળ ધરપકડ થઈ ચૂકી છે

અમદાવાદમાં ક્રાઈમ બ્રાંચની ટીમે રવિવારે સરકારી ટ્રાન્સપોર્ટ બસમાંથી 250 ગ્રામ એમડી ડ્રગ્સ (અંદાજિત કિંમત 25 લાખ રૂપિયા) સાથે બે લોકોની ધરપકડ કરી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, આજે ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, તારિક અને તાહિર નામના શખ્સો એમડી ડ્રગ્સ લેવા રાજસ્થાનના જોધપુર ગયા છે. જ્યાંથી ડ્રગ્સ લઈને તાહિર કુરૈશી માઉન્ટ આબૂ ગયો છે અને આબૂથી એસટી બસમાં બેસીને અમદાવાદ આવી રહ્યો છે. અહીં તે નરોડા વિસ્તારમાં ઉતરીને બારેજા જવાનો છે.

આ બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે નાના ચિલોડા-નરોડા રોડ પર વૉચ ગોઠવી હતી. આ દરમિયાન ઑવરબ્રિજ નજીક જેવો તાહિર કુરૈસી એસટી બસમાંથી નીચે ઉતર્યો, તેની ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસે રહેલા થેલાને તપાસમાં આવતા તેમાંથી 250 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ (એમડી ડ્રગ્સ) મળી આવ્યું હતું. જેને જપ્ત કરીને ક્રાઈમ બ્રાન્ચની અન્ય ટીમે તારિક શેખની પણ ધરપકડ કરી હતી.

હાલ આ બન્ને શખ્સો વિરુદ્ધ NDPS એક્ટ અંતર્ગત ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અગાઉ કેટલી વખત ડ્રગ્સની હેરાફેરી કરી? તે અંગેની તપાસ કરવામાં આવી રહી છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તારિક શેખની અગાઉ 2003માં પણ પોટા અંતર્ગત ધરપકડ કરવામાં આવી ચૂકી છે.

જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક દિવસોથી ડ્રગ્સ માફિયાઓ પર સરકારી એજન્સીઓએ તવાઈ બોલાવતા ડ્રગ પેડલરોએ પોતાની મોડસ ઓપરેન્ડી બદલી નાંખી છે. ડ્રગ્સની હેરાફેરી કરવા માટે પેડલરો સરકારી ટ્રાન્સપોર્ટ બસનો ઉપયોગ કરી રહ્યાં છે. ખાનગી વાહનોમાં ડ્રગ્સ લઈને આવવામાં વધારે જોખમ જણાતું હતુ, બીજી તરફ સરકારી બસોમાં ચેકિંગ ભાગ્યે જ થતું હોવાથી તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો