Ahmedabad Dhandhuka-Bagodra road Case, 4 Woman Death
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • કારના કૂરચે કૂરચા: ધંધુકા-બગોદરા રોડ પર ગોઝારો અકસ્માત, 4 મહિલાના કમકમાટીભર્યા મોત

કારના કૂરચે કૂરચા: ધંધુકા-બગોદરા રોડ પર ગોઝારો અકસ્માત, 4 મહિલાના કમકમાટીભર્યા મોત

 | 10:50 am IST
  • Share

રાજ્યમાં અકસ્માતોની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે. ત્યારે આજે વહેલી સવારે ધંધુકા બગોદરા રોડ હરિપુરા પાટીયા પાસે ગમખ્વાર અકસ્માત નડ્યો છે. આજે વહેલી સવારે ઇકો કાર અને ટ્રક ધડાકાભેર અથડાઈ છે. જેમાં ચાર મહિલાનાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં હતાં, જ્યારે બે વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

ઇકો કાર પૂરઝડપે જતી હતી અને એ આગળ ઊભેલી ટ્રક પાછળ ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. અન્ય ચાર વ્યક્તિઓને ધંધુકા/ ફેદરા 108 મારફતે ધંધુકાની RMS હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જાણવા મળી રહ્યું છે કે ઇકોમાં સવાર તમામ અમદાવાદનાં બ્રહ્માણ પરિવાર હોવાનું જાણવા મળ્યું છે.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે અમદાવાદના ધંધુકા બગોદરા રોડના હરિપુરા પાટીયા પાસે આજે સવારે 4.00 વાગ્યાની આસપાસ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ઉભેલા ટ્રક પાછળ ઈકો કાર અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ચાર મહિલાના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. અન્ય ચાર વ્યક્તિઓને 108 મારફતે ધંધુકાની RMS હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે, ઘટનાની જાણ થતાં આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. કારમાં ફસાયેલી બે વ્યક્તિને 108ના સ્ટાફે મહામહેનતે બહાર કાઢી હતી. ઘટનામાં ભોગ બનેલા મૃતકો અમદાવાદના રહેવાસીઓ હોવાનું જાણવા મળ્યું છે. ધંધૂકા પોલીસે પરિવારને જાણ કરીને મૃતદેહને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડ્યા છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન