ncb arrest nigerian with drugs ahmedabad
  • Home
  • Ahmedabad
  • અમદાવાદ: નાઇજીરિયન પાસેથી 1.5 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું

અમદાવાદ: નાઇજીરિયન પાસેથી 1.5 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું

 | 9:32 pm IST

અમદાવાદમાં NCBએ CTM વિસ્તારમાંથી 1.5 કરોડનું કોકેઇન ડ્રગ્સ ઝડપ્યું છે. 273 ગ્રામ કોકેઈન સાથે નાઇઝીરિયન શખ્સની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં ડ્રગ્સ મુંબઈથી અમદાવાદ વેચવા લાવ્યો હોવાનું ખુલ્યું છે. NCB દ્વારા આજે અમદાવાદમાં દરોડા પાડીને CTM વિસ્તારમાંથી 1.5 કરોડ રૂપિયાનું કોકેઇન ઝડપી લીધું હતું. જેના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. એનસીબીને મળેલી બાતમીનાં આધારે ઉપરોક્ત કાર્યવાહી કરવામાં આવી હતી.

એનસીબી દ્વારા નાઇજીરિયન વ્યક્તિ પાસેથી 273 ગ્રામ કોકેઇન કબ્જે કરવામાં આવ્યું હતું. ડ્રગ્સ મુંબઇથી અમદાવાદ ખાતે વેચવા માટે લવાયું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. પકડાયેલો વ્યક્તિ મુંબઇથી બસમાં આવ્યો હતો. દરમિયાન અગાઉથી મળેલી બાતમીના આધારે તેની ધરપકડ કરવામાં આવી હતી. જો કે એક તબક્કે તો એનસીબી પણ અચંબામાં મુકાઇ હતી.

કારણ કે બાતમી પાક્કી હતી પરંતુ જે વ્યક્તિને ઝડપવામાં આવ્યો તેની પાસેથી કોઇ જ વાંધાજનક વસ્તું મળી નહોતી. તે વ્યક્તિ પાસેથી બિસ્કિટ્સનાં કેટલાક પેકેટ્સ અને કપડા મળી આવ્યા હતા. જો કે અચાનક એક અધિકારીને શંકા જતા બિસ્કિટના પેકેટ તોડતા તેમાં રહેલા ડ્રગ્સના બિસ્કિટ મળી આવ્યા હતા. જેથી પોલીસ દ્વારા ધરપકડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવી છે.