VIDEOમાં જોઇને ઘરે બેઠા દર્શન કરો માણેકચોકમાં આવેલુ 180 વર્ષ જૂના મહાકાળી મંદિરના - Sandesh
NIFTY 10,806.50 +89.95  |  SENSEX 35,535.79 +289.52  |  USD 67.3250 +0.02
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • VIDEOમાં જોઇને ઘરે બેઠા દર્શન કરો માણેકચોકમાં આવેલુ 180 વર્ષ જૂના મહાકાળી મંદિરના

VIDEOમાં જોઇને ઘરે બેઠા દર્શન કરો માણેકચોકમાં આવેલુ 180 વર્ષ જૂના મહાકાળી મંદિરના

 | 1:22 pm IST

અમદાવાદની પોળો આપણી એક અનોખી સંસ્કૃતિ છે અને પોળોની અંદર આવેલા મકાન હોય કે મંદીર તે પણ એક વારસો છે ત્યારે અમદાવાદના માણેકચોક પાસે આવેલી કંસારાની પોળની પાસમાં માંડવીની પોળમાં આવેલુ મહાકાળી માતાનું મંદીર ખુબ જ અદભૂત છે. લગભગ 180 વર્ષ જૂનુ મંદીર માંડવીની પોળમાં આવેલુ છે. અમદાવાદના ગુજરાતી કંસારા સમાજના લોકોના કુળદેવીનું મંદીર કહેવાય  છે. કંસારા સમાજ દ્વારા આ મંદીરની શોભા વધારીને તેને વધારે અદભૂત અને અવિશ્વસનીય કરી દેવામાં આવી છે. સોનાથી મઢીને આ મંદીર તૈયાર કરવામાં આવ્યુ છે. માતાજીની મૂર્તી એટલે કે મહાકાલી માતાનુ બાળ સ્વરૂપ અહીં બીરાજમાન છે.