અમદાવાદ : કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ પાસે આગ, 5થી 6 પતંગના સ્ટોલ બળીને ખાખ - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • અમદાવાદ : કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ પાસે આગ, 5થી 6 પતંગના સ્ટોલ બળીને ખાખ

અમદાવાદ : કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ પાસે આગ, 5થી 6 પતંગના સ્ટોલ બળીને ખાખ

 | 11:31 am IST

ઊત્તરાયણ એટલે એક તરફ ઉત્સાહનો તહેવાર, તો બીજી તરફ જોખમી તહેવાર બની ગયો છે. ઊત્તરાયણમાં આગ લાગવાના બનાવો, અગાશી પડવાના બનાવો, દોરાથી ગળુ કપાવાના બનાવો, પક્ષીઓના મોત જેવી અનેક ઘટનાઓ બનતી હોય છે. ત્યારે અમદાવાદમાં પણ ઊત્તરાયણના એક દિવસ પહેલા જ આગ લાગવાનો બનાવ બન્યો છે. અમદાવાદના કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ પાસે પતંગના સ્ટોલમાં આગ લાગી હતી. જેમાં 5થી 6 પતંગના સ્ટોલ બળીને ખાખ થઈ ગયા હતા.

હાલ લોકો પતંગની ખરીદી કરી રહ્યા છે, ત્યારે ઠેકઠેકાણે પતંગના સ્ટોલ ઉભા થયા છે. ત્યારે કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડમાં લાગેલા એક સ્ટોલમાં આગ લાગી હતી. જોતજોતામાં આગમાં બીજા સ્ટોલ પણ આવી ગયા હતા. જેને પગલે લોકોમાં ફફડાટ ફેલાયો હતો. સમયસર ફાયર બ્રિગેડને જાણ કરાતા આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. આગમાં જાનહાનીના કોઈ સમાચાર ન મળતા તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.