Ahmedabad : Foreign Dog theft in Ahmedabad, CCTV Footage
  • Home
  • Ahmedabad
  • હેં! એક્ટિવા ચાલકોએ રેકી કરી ને કોઈ માલસામાન નહીં પણ વિદેશીએ કૂતરૂ ચોરીંને થયા છૂમંતર

હેં! એક્ટિવા ચાલકોએ રેકી કરી ને કોઈ માલસામાન નહીં પણ વિદેશીએ કૂતરૂ ચોરીંને થયા છૂમંતર

 | 5:17 pm IST

મોટાભાગની જગ્યાએ જ્યારે પણ ચોરી થાય ત્યારે પોલીસ પોતાના ડૉગ સાથે આવી પહોંચે છે પરંતુ અહીં અમદાવાદના એક કિસ્સામાં કુતરૂ શોધવા માટે પોલીસ મદદ લેવામાં આવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે.

શહેરના ખોખરા વિસ્તારમાં આવેલ વ્રજ ભુમિ સોસાયટીમાં વિદેશી જાતના ડોગની ચોરી થતા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. કુતરાની ચોરીની ઘટનાના સીસીટીવી ફુટેજ પણ સામે આવ્યા છે જેમાં બે શખ્સો ડોગ લઈ ફરાર થઈ રહ્યા છે.

આ મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરુ કરી છે. સીસીટીવી ફુટેજમાં બે લોકો એકટિવા પર બેઠેલા નજરે પડે છે. આ બન્ને શખ્સો ચોરીના ઈરાદે જ અંહી બેઠા હતા. આ લોકો અહીંયા એક ડોગની ચોરી કરવા આવ્યા હતા અને ડોગની ચોરી કરી ફરાર થઈ જાય છે.

ડોગના માલિક આકાશ ભાઈએ આ મામલે ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ કરાઈ છે. બુધવારે એક્ટિવા પર સવાર થઈને આવેલા આ બંને શખ્સો ગ્રેટ ડન વિદેશી બ્રીડના ડોગની ચોરી કરી ફરાર થઈ ગયા હતાં. આ ઘટનાની જાણ તેના માલિક આકાશભાઈને થતા તેમણે પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી હતી.

આકાશભાઈનું કહેવુ છે કે, આ વિદેશી જાતીનો કુતરૂ રૂપિયા 25,000માં બે વર્ષ પહેલી ખરીદવામાં આવ્યું હતું. પરંતુ સવાલ એ છે કે, આવી રીતે કુતરાની ચોરી પાછળનુ કારણ શુ હોઈ શકે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન