અમદાવાદઃ પૂર્વ IPS અધિકારીની પુત્રીએ પતિ સામે કરી દહેજની ફરિયાદ - Sandesh
  • Home
  • Ahmedabad
  • અમદાવાદઃ પૂર્વ IPS અધિકારીની પુત્રીએ પતિ સામે કરી દહેજની ફરિયાદ

અમદાવાદઃ પૂર્વ IPS અધિકારીની પુત્રીએ પતિ સામે કરી દહેજની ફરિયાદ

 | 2:32 pm IST

અમદાવાદ શહેરના પૂર્વ ઈન્ચાર્જ પોલીસ કમિશનરના પુત્રી રશેશા દેસાઈએ તેના પતિ કેયુર દેસાઈ સામે શારિરીક અને માનસિક ત્રાસ આપતો હોવાની ફરિયાદ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે, હાઈકોર્ટમાં પિતા અને પતિ સામે ઓનરકિલિંગની કરેલી ફરિયાદ મહિલા ક્રાઈમ બ્રાન્ચને તપાસ કરવા માટે નિર્દેશ આપ્યા હતો. મહિલા ક્રાઈમ બ્રાન્ચમાં સમાધાન કરવામાં આવ્યુ હતું.

પૂર્વ આઈપીએસ અધિકારી વી.વી. રબારીની પુત્રી રશેશા દેસાઈને મંગળવાર પતિ કેયુર દેસાઈ સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી.જેના લીધે મહિલા ક્રાઈમ બ્રાન્ચમાં રશેશા દેસાઈએ તેના પતિ કેયુર દેસાઈ સામે ફરિયાદ કરી છે. રશેસા દેસાઈના લગ્ન ૨૦ વર્ષ પહેલા કેયુર દેસાઈ સાથે થયા હતા. લગ્ન જીવન દરમિયાન યોગા શીખીને યોગાના કલાસ ચલાવી રહ્યુ છે. જે મારા પતિને સહન નહીં થતા નાની નાની બાબતોમાં ઠપકો આપીને શારિરીક અને માનસિક ત્રાસ આપીની દહેજની માંગણી કરતો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે. મહિલા પોલીસે રશેશા દેસાઈની ફરિયાદ લઈને તેના પતિ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

રશેશા દેસાઈના જણાવ્યા પ્રમાણે મારા પતિએ મને ધમકી આપી છે કે હું કંઇપણ કરાવી શકુ છું. મારો પાસપોર્ટ પણ મારા પતિ મને આપતા નથી. આટલું જ નહીં મારા પતિ મારી પ્રોપર્ટીનાં કાગળ પણ નથી આપતા. રશેસા અને કેતન વચ્ચે છેલ્લા 2 વર્ષથી વિવાદ ચાલી રહ્યો હતો. રશેસાના પિતા વી.વી. રબારીએ દીકરીના બદલે જમાઇનો સાથ આપતા તેઓએ પિયરમાં આશ્રય લેવાનું ટાળ્યું હતું. છેલ્લા એક અઠવાડિયાથી રશેસા દેસાઇ તેમના પિતરાઈ ભાઇના ઘરે રહેતાં હતાં. હું જ્યાં હું છું ત્યાં આવીને મારા પતિએ ધમકી આપી હતી કે, ‘રોડ પર પરથી નીકળીશ તો ઘણા અકસ્માત થાય છે, તુ સમજે છે?’ જેથી હું ગભરાઇ ગઇ અને પોલીસ ફરિયાદ કરી હતી.’

ઉલ્લેખનીય છે કે, રશેસા દેસાઈએ પિતા અને પતિ દ્વારા તેમનું ઓનર કિલિંગ થવાની દહેશત હોઇ હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. કોર્ટ હુકમ પ્રમાણે મહિલા પોલીસે પ્રોટેક્શન આપવાની તૈયારી બતાવી ત્યારે તેઓ, ‘મારે કંઇ કરવું નથી, અમારે કોર્ટ બહાર સમાધાન થઇ ગયું છે’ કહ્યાનું વીડિયો નિવેદન આપી જતાં રહ્યાં હતા.