Ahmedabad: Girl Found Cockroach in tea in TGB Cafe
  • Home
  • Ahmedabad
  • TGBમાં જાઓ તો ધ્યાનથી ખાજો, ચામાં વંદો નીકળ્યો તો કેક પર હતા મચ્છર

TGBમાં જાઓ તો ધ્યાનથી ખાજો, ચામાં વંદો નીકળ્યો તો કેક પર હતા મચ્છર

 | 10:08 pm IST

ધ ગ્રાન્ડ ભગવતી ગુજરાતભરમાં પોતાની ક્વોલિટી માટે એક જાણીતી બ્રાન્ડ છે. મોટા ભાગના લોકો ટીજીબી કાફેને પોતાની પહેલી પસંદ હોય છે. પણ આ લોકો માટે એક માઠા સમાચાર છે. અમદાવાદમાં ટીજીબીના કાફેમાં કોફીમાંથી વંદો નીકળ્યો હતો. તો કેક ઉપર પણ મચ્છરો ફરતાં હતા. ત્યારે આ મામલે યુવતીએ મેનેજર સામે માથાકૂટ કરી હતી.

અમદાવાદી યુવતી વસ્ત્રાપુરમાં આવેલાં TGB કોફી શોપમાં પોતાના મિત્રો સાથે ગઈ હતી. તેણે કાફેમાં પહેલાં ચાનો ઓર્ડર આપ્યો હતો. પણ અડધી ચા પીધા બાદ યુવતીએ જે જોયું તેનાથી તેનાં હોંશ જ ઉડી ગયા. ચાની અંદર વંદાના અવશેષો તરતાં હતા. પોતાની ચાની અંદર વંદો જોઈ યુવતી ડઘાઈ ગઈ હતી. જે બાદ યુવતીએ કાફેમાં જોયું તો કેક ઉપર પણ મચ્છર બેસેલાં હતા.

આ મામલે યુવતીએ કાફેનાં મેનેજરને ફરિયાદ કરી હતી. પણ મેનેજરે તપાસના નાટકનું રટણ શરૂ કરી દીધું હતું. પણ TGB જેવાં જાણીતા કાફેમાં વંદો નીકળવાની ઘટના એ વાતનો પુરાવો છે કે ગમે તેટલી મોંધી હોટેલ કે કાફે કેમ ન હોય, પણ ત્યાં ખાવાનું ખાતાં પહેલાં એકવાર ચેક તો કરી જ લેવું. અડધી ચા પીધા બાદ જો વંદો દેખાઈ તો જીવનમાં ક્યારેય ચા પીવાની ઈચ્છા ન થાય.

જુઓ આ વીડિયો પણ…

અમદાવાદના આકરૂ ગામમાં ‘મોતની ટાંકી’થી દહેશત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન