ahmedabad Gota area in Sardar estate in fire
  • Home
  • Ahmedabad
  • ગોતાના સરદાર એસ્ટેટમાં થીનરની ફેક્ટરીમાં ભીષણ આગ, સ્થિતિ કાબૂમાં

ગોતાના સરદાર એસ્ટેટમાં થીનરની ફેક્ટરીમાં ભીષણ આગ, સ્થિતિ કાબૂમાં

 | 3:44 pm IST

રાજ્યમાં આગના અહેવાલો વધી રહ્યા છે. ત્યારે આજે અમદાવાદના ગોતા વિસ્તારમાંથી ભયાનક આગના બનાવ સામે આવી રહ્યો છે. ગોતાના સરદાર એસ્ટેટમાં હાલ ભીષણ આગ લાગી છે. અહીં એક થીનરની ફેક્ટરીમાં આવેલી છે. જેમાં આગની ઘટના બનતા ચારેબાજુ અરેરાટી વ્યાપી ગઈ હતી.

આ ઘટનાની મળતી માહિતી અનુસાર, અમદાવાદનો ગોતા વિસ્તારમાં અનેક ફેક્ટરીઓ આવેલી છે. આજે ગોતાના સરદાર એસ્ટેટમાં આવેલી થીનર ફેક્ટરીમાં ભીષણ આગ લગાવાની ઘટના બની હતી. ઘટનાના પગલે લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા. આ ઘટનાની પગલે હાલ 22 જેટલા ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવાના પ્રયત્નો કરી રહ્યા છે. ફેક્ટરીમાં આગ શેના કારણે લાગી તેનું કારણ અકબંધ છે. આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ સામે આવી રહ્યા નથી.