Ahmedabad Gota At Missing Seven year old Khushi's Dead Body Found From SP Ring Road, Ahmedabad
  • Home
  • Ahmedabad
  • ગોતામાંથી ગુમ થયેલી બાળકીનો મૃતદેહ મળતા ખળભળાટ, માતા-પ્રેમીને લઈને ચોંકાવનારો ખુલાસો

ગોતામાંથી ગુમ થયેલી બાળકીનો મૃતદેહ મળતા ખળભળાટ, માતા-પ્રેમીને લઈને ચોંકાવનારો ખુલાસો

 | 9:38 am IST

અમદાવાદના સોલા વિસ્તારમાં થોડા દિવસો પહેલા એક બાળકી ગુમ થઈ ગઈ હતી અને જે મામલે સોલા પોલીસ સ્ટેશનમાં તેના પરિવારજનોએ ગુમ થયાની ફરિયાદ પણ દાખલ કરી હતી. જોકે પોલીસે અલગ-અલગ દિશામાં તપાસ કરી રહી હતી પરંતુ કોઈ સફળતા હાથ લાગી નહોતી. ત્યારબાદ આ સમગ્ર કેસ ક્રાઇમબ્રાંચને સોંપવામાં આવી હતી.

ક્રાઇમબ્રાંચ દ્વારા ગણત્રીના કલાકોમાં જ સમગ્ર કેસ ઉકેલી નાખવામાં આવ્યો હતો. બાળકીની માતા અને તેના કથિત માનેલા ભાઇ દ્વારા બાળકીની હત્યા કરવામાં આવી હોવાનો ચોંકાવનારો ખુલાસો પોલીસ સુત્રો જણાવી રહ્યા છે. બાળકીનો મૃતદેહ ઓગણજ પાસેથી મળી આવ્યો હતો. ઘટના અંગે જાણ થતા સ્થાનિક પોલીસ અને ક્રાઇમબ્રાંચના ઉચ્ચ અધિકારીઓ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે ગોતા હોઉસિંગમાં રહેતી 7 વર્ષની ઉંમરની બાળકી ખુશી 12 સપ્ટેમ્બરે ગુમ થઈ ગઈ હતી. મંગળવારે રાત્રે તેની લાશ ઓગણજ રીંગ રોડ ટોલનાકા પાસેથી મળી આવી હતી. પોલીસે તેની માતાના પ્રેમી ભીખા મિસ્ત્રીની હત્યા કેસમાં ધરપકડ કરી છે. સોલા પોલીસ છેલ્લા ત્રણ દિવસથી આ કેસમાં આરોપીની શોધખોળ કરતી હતી. તેની માતા જલ્પાને ત્રીજા લગ્ન કરવા હોવાથી પડોશમાં રહેતા પ્રેમી પાસે હત્યા કરાવી હોવાનું બહાર આવ્યું છે.

સોલાનાં ગોતા હાઉસિંગમાં રાજેશભાઈ રાઠોડ પત્ની જલ્પા તથા ત્રણ સંતાનો સાથે રહેતા હતા. તા. 12 સપ્ટેમ્બર રાત્રે 8.30 વાગ્યે રાજેશભાઈની પુત્રી ખુશી (ઉ.વ.7) ગુમ થઈ ગઈ હતી.

આ અંગે સોલા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન પોલીસે પાડોશમાં રહેતા ભીખાભાઈ મિસ્ત્રી નામના વ્યક્તિની અટકાયત કરી હતી. તેની પુછપરછમાં બહાર આવ્યું હતું કે તેની માતાના કહેવાથી ખુશીને લઈ જઈ ગળું દબાવી હત્યા કરી ઓગણજ ટોલનાકા પાસે આવેલા ખેતરમાં ફેંકી દીધી હતી. જલ્પાને ત્રીજા લગ્ન કરવા હોવાથી આમ કર્યું હોવાનું આમ કર્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જો કે આ અંગે ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન