Ahmedabad Heavy To Heavy Rains, thunderstorms instead of but thunderstorms this morning
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • મેઘરાજાએ ફરી અમદાવાદીઓને નિરાશ કર્યા, ધોધમારના બદલે ઝાપટાં, પરંતુ આજે સવારથી ધોધમાર

મેઘરાજાએ ફરી અમદાવાદીઓને નિરાશ કર્યા, ધોધમારના બદલે ઝાપટાં, પરંતુ આજે સવારથી ધોધમાર

 | 8:55 am IST
  • Share

અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે અમદાવાદીઓને છેલ્લાં ઘણા દિવસથી વરસાદી ઝાપટાં પડીને છેતરી રહ્યો છે. પરંતુ આજે સવારથી ધોધમાર વરસાદ વરસ્યો છે.

શહેરમાં રવિવારે નોંધાયેલા વરસાદમાં સરેરાશ ૨.૪૩ મી.મી વરસાદ પડયા ઠંડક પ્રસરી ગઇ હતી. સવારે ૬ થી સાંજે ૬ વાગ્યા સુધીમાં વરસેલા વરસાદમાં સૌથી વધુ વરસાદ સાઉથ ઝોનના વટવામાં ૧૩ મી.મી અને વેસ્ટ ઝોનના ચાંદખેડામાં ૭ મી.મી નોંધાયા હતો. તેની સાથે શહેરમાં અત્યારસુધી સિઝનનો કુલ વરસાદ ૨૧ ઇંચ જેટલો નોંધાયો છે.

શહેરમાં રવિવારે થયેલા વરસાદમાં ઝોન વાઇઝ જોવા જઇએ તો સૌથી વધુ સાઉથ ઝોન સરેરાશ ૬.૭૫ મી.મી, નોર્થ ઝોનમાં ૨.૫૦ મિ.મી, ઇસ્ટ ઝોન, વેસ્ટ ઝોન અને સાઉથ ઝોનમાં ૨-૨ મી.મી, નોર્થ વેસ્ટ ઝોનમાં ૧.૧૩ મીમી અને સેન્ટ્રલમાં ૦.૫૦ મી.મી વરસાદ પડયો હતો.

  જો કે શહેરના મકતમપુરા, દુધેશ્વર અને બોડકદેવ વિસ્તારમાં વરસાદનું ટીપુય પડયું નહતું. જ્યારે દાણાપીઠ, ઉસ્માનપુરા, રાણીપ, સાયન્સ સિટી,જોધપુર, મણિનગર વિસ્તારમાં સામાન્ય વરસાદ પડયો હતો. તો ઘણી જગ્યોએ માત્ર વાદળો છવાયા હતા. આમ એકદંરે શહેરમાં સામાન્ય વરસાદ પડતા ઠંડક પ્રસરી ગઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન