Ahmedabad Home Minister Amit Shah With Family At Jagannath Temple
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • અમદાવાદ જગન્નાથ મંદિરે અમિત શાહે પરિવાર સાથે પુજા અર્ચના કરી, પૌત્રી દાદાની સાથે ખુશખુશાલ

અમદાવાદ જગન્નાથ મંદિરે અમિત શાહે પરિવાર સાથે પુજા અર્ચના કરી, પૌત્રી દાદાની સાથે ખુશખુશાલ

 | 1:01 pm IST
  • Share

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ બુધવારે મોડી સાંજે અમદાવાદ પહોંચ્યા છે અને ઉત્તરાયણ સુધી અમદાવાદમાં રોકાશે. અમિત શાહ પરિવાર સાથે જ મકરસંક્રાંતિની ઉજવણી ઘરે જ કરશે. ત્યારે આજે ઉત્તરાયણ પર્વે ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે ભગવાન જગન્નાથના દર્શન કર્યા હતા. અમિત શાહે ભગવાન જગન્નાથના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ લીધા અને ભગવાન જગન્નાથની આરતી કરી હતી. આ પ્રસંગે અમિત શાહ પુત્રની પુત્રીને પણ સાથે લાવ્યા હતા.

આજે કેન્દ્રીય ગુહમંત્રી અમિત શાહ ભગવાન જગન્નાથ મંદિરે પરિવાર સાથે વિશેષ પૂજા અર્ચના કરી હતી. ત્યારબાદ ગાય માતાની પણ પૂજા કરી હતી. અમિત શાહની જગન્નાથ મંદિરની મુલાકાતને લઈ જગન્નાથ મંદિરમાં સઘન પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો હતો.

જગન્નાથ મંદિરમાં ભક્તો વહેલી સવારથી ભગવાન જગન્નાથના આશીર્વાદ લેવા ઉમટી રહ્યા છે. ભગવાન જગન્નાથને પણ વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. ભક્તોની ભીડ ન થાય અને ગાઈડલાઈન પાલન સાથે ભક્તો દર્શન કરી શકે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિરમાં આવતા ભક્તો માટે માસ્ક ફરજિયાત છે. આ સાથે મંદિરમાં પ્રવેશતાની સાથે સેનિટાઈઝ કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન