અમદાવાદમાં મકાનમાં કોઇન સાથે રમતો જુગાર પકડાયો : ૧૦ જુગારી પકડાયા

379

અમદાવાદના શાહપુરમાં આવેલી જીવન કમલશાની પોળમાં આવેલા ચન્દ્રેશ વ્યાસના મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમી આધારે સોમવારે સાંજે પોલીસે રેડ કરી હતી. પોલીસે રેડ કરતા ૧૦ જુગારીઓ પકડાયા હતા અને ૩ ભાગી ગયા હતા. પોલીસે ૫.૬૦ લાખનો મુદ્દામાલ કબ્જે કરી તપાસ હાથ ધરી છે.

ahmedabad -1

મળતી માહિતી પ્રમાણે શાહપુરમાં આવેલી જીવન કમલશાની પોળમાં આવેલા ચન્દ્રેશ વ્યાસના મકાનમાં જુગાર ચાલતો હોવાની બાતમી આધારે પોલીસે રેડ કરી હતી. પોલીસે રેડ કરતા ૧૦ આરોપીઓ પકડાયા હતા. આરોપીઓ કોઇન દ્વારા જુગાર રમતા હતા. પોલીસે જણાવ્યું હતુ કે, છેલ્લા લાંબા સમયથી કોઇન પર ચન્દ્રેશ વ્યાસ અને જીબીલાલ કલાક જુગાર રમાડતા હતા. પોલીસે વાહનો, મોબાઇલ સહિત રોકડ મળી કુલ ૫.૬૦ લાખનો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોધી વોન્ટેડ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.