Ahmedabad husband give triple talaq front of daughters
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • અમદાવાદ: 3 દીકરીઓની હાજરીમાં ત્રણ વખત તલાક બોલી પત્નીને તરછોડી

અમદાવાદ: 3 દીકરીઓની હાજરીમાં ત્રણ વખત તલાક બોલી પત્નીને તરછોડી

 | 5:35 pm IST
  • Share

મુસ્લિમ મહિલાઓના અધિકાર માટે દેશની સરકારે ટ્રિપલ તલાકને લઈને સખ્ત કાયદો બનાવી દીધો છે. આ મામલે કેન્દ્ર અને રાજ્ય સરકારો પણ ગંભીર જણાય છે. આમ છતાં હજુ પણ ટ્રિપલ તલાકના કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. આવો જ એક કિસ્સો અમદાવાદમાંથી સામે આવ્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ટ્રિપલ તલાકનો ભોગ બનેલી મહિલાના પતિના અન્ય કોઈ મહિલા સાથે અનૈતિક સબંધ હતો. જેની જાણ મહિલાને થઈ જતાં તેના પતિએ 3 દીકરીની હાજરીમાં 3 વખત તલાક..તલાક…તલાક કહીને પત્ની સાથેનો સબંધ કાપી નાંખ્યો હતો.

અન્ય મહિલાના પ્રેમમાં પાગલ પતિએ 30 વર્ષના લગ્ન જીવનનો અંત આણતા પત્નીને ટ્રિપલ તલાક આપતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે. હાલ સરખેજ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો