Spain leaving a wife in India, leaving a passport and taking a passport
  • Home
  • Featured
  • સ્પેનમાં રહેતો હતો પતિ, આવ્યો ભારત અને પત્ની સાથે કર્યું એવું કે….!, નોંધાવવી પડી ફરિયાદ

સ્પેનમાં રહેતો હતો પતિ, આવ્યો ભારત અને પત્ની સાથે કર્યું એવું કે….!, નોંધાવવી પડી ફરિયાદ

 | 9:18 am IST

સ્પેનમાં રહેતા પતિએ ભારત આવવાનું કહી ગત ફેબ્રુઆરીમાં પત્નીને તેના માતા પિતાને ઘરે લેવા આવ્યો હતો. બાદમાં પત્નીની જાણ બહાર પતિ માર્ચ મહિનામાં પરત સ્પેન જતો રહ્યો હતો. પતિ પત્નીનો અસલ પાસપોર્ટ, મેરેજ ર્સિટ સહિતના અન્ય દસ્તાવેજો લઇ જતો રહ્યો છે. પત્નીને વિદેશમાં અને ભારતમાં પણ ત્રાસ આપતા 6 એપ્રિલે આ અંગે બાપુનગર પોલીસ સ્ટેશનમાં પતિ સામે ફરિયાદ નોંધાવી હતી.

બાપુનગર મોનાપાર્ક સોસાયટીમાં રહેતા અમિષા પિયુષભાઇ પટેલ (ઉ.વ.25)એ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, સમાજના રીત-રિવાજ મુજબ પિયુષ જયંતિભાઇ પટેલ (ઉ.વ.35) સાથે 04 ફેબ્રુઆરી 2016માં લગ્ન થયા હતા. માર્ચ 2017માં સ્પેનમાં અમિષાબેન પતિ સાથે રહેતા હતા.

નાની મોટી વાતોમાં પતિ સાથે સ્પેનમાં ઝઘડા થતાં હતા. પત્ની સ્પેનમાં સુપર માર્કેટમાં નોકરી કરતી હતી તેના પગારના નાણાં પતિ લઇ લેતો હતો. બાદમાં ભારત આવવાનું કહી ગત ફેબ્રુઆરી માસમાં અમિષાને લઇ પિયુષભાઇ આવ્યા હતા. મને તું ગમતી નથી તેમ કહી ત્રાસ આપતા હતા.

દરમિયાનમાં માર્ચ 2019માં પિયુષ પત્નીને કહ્યાં વગર તેના પાસપોર્ટ અને અસલ દસ્તાવેજો લઇ સ્પેન જતો રહ્યો હતો. આ અંગે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન