Ahmedabad In 170 cases of diarrhea-vomiting, 43 cases of jaundice, 170 cases of dengue and 69 cases of chickenpox
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • અમદાવાદમાં રોગચાળોનો મહાકાય ભરડો: ઓક્ટોબરના 9 દિવસ લોકો માટે ભારે રહ્યા!

અમદાવાદમાં રોગચાળોનો મહાકાય ભરડો: ઓક્ટોબરના 9 દિવસ લોકો માટે ભારે રહ્યા!

 | 5:30 am IST
  • Share

  • ઓક્ટોબરના 9 દિવસમાં પાણીજન્ય, મચ્છરજન્ય રોગચાળાનો ભરડો.
  • શરદી, ઉધરસના કેસોમાં વધારોઃ દવાખાનાઓમાં દર્દીઓની લાઈનો.
  •  તા. 1થી 9 ઓક્ટોબર સુધીના સમયગાળામાં ડેન્ગ્યુના 170, ચિકનગુનિયાના 69, સાદા મેલેરિયા 27 કેસો, ઝેરી મેલેરિયાના 5

અમદાવાદમાં દિન પ્રતિદિન ડેન્ગ્યૂઅને ચીકનગુનિયાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ચોમાસાની સિઝન પૂર્ણ થવા આવી છતાં રોગચાળો અંકુશમાં આવતો નથી. શહેરમાં ઓક્ટોબરમાં છેલ્લા 10 દિવસમાં ડેન્ગ્યૂના 170 કેસ અને ચિકનગુનિયાના 69 કેસ નોંધાયા છે.

સપ્ટેમ્બર માસમાં 973 જેટલા કેસો ડેન્ગ્યુના નોંધાયા હતા. તા. 9 ઓક્ટોબર સુધીમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો  વકર્યો છે. આગામી દિવસોમાં ઝાડા-ઉલટી, ટાઈફોઈડ, કમળાના  કેસોમાં વધારો થવાની શક્યતા હોવાનું માનવામાં આવે છે. 

શહેરમાં મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે અને તેના પગલે  મચ્છરજન્ય રોગચાળો માથું ઉંચકી રહ્યો છે. શહેરમાં ડેન્ગ્યૂઅને  ચીકનગુનિયાના કેસોમાં વધારો નોંધાયો છે. AMC તંત્ર દ્વારા સાવચેતીરૂપે પગલાં લેવામાં નહીં આવે તો  મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વધુ વકરે તેવી શક્યતા છે.

શહેરમાં તા. 1થી 9 ઓક્ટોબર સુધીના સમયગાળામાં ડેન્ગ્યુના 170, ચિકનગુનિયાના 69, સાદા મેલેરિયા 27 કેસો, ઝેરી મેલેરિયાના 5 કેસો નોંધાયા છે. જ્યારે ટાઈફેઈડના 41, ઝાડા ઉલ્ટીના 170, કમળાના 43 કેસો નોંધાયા છે. જ્યારે શહેરના મોટાભાગના વિસ્તારોમાં દવાખાનામાં સવાર- સાંજ લાઇનો દર્દીઓની લાઈનો જોવા મળે છે. ખાસ કરીને તાવ, શરદી ઉધરસ સહિત અનેક રોગના દર્દીઓના સતત વધારો થઈ રહ્યો છે.

મેલેરિયા વિભાગની 400 જેટલી ટીમ અને હેલ્થ વિભાગની 300 ટીમો શહેરમાં મચ્છરજન્ય રોગોને કાબૂમાં લેવા મચ્છરના બ્રિડિંગ શોધી કાર્યવાહી કરી રહી છે.  હેલ્થ ઓફ્સિર ડો. ભાવિન સોલંકીના જણાવ્યા મુજબ શહેરમાં ડેન્ગ્યુના કેસો ઘટયા છે.

મચ્છરોના ઉપદ્રવ અટકાવવા અને મચ્છરજન્ય રોગચાળો વકરતો અટકાવવા માટે ફોગીંગ, એન્ટી- લાર્વા ઓઈલ, જંતુનાશક દવાઓનો છંટકાવ કરવા સહિત પગલાં લેવામાં આવી રહ્યાં છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો