Ahmedabad In 6 centers where only one citizen got corona vaccine,
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • અમદાવાદનાં 6 સેન્ટર એવાં જ્યાં માત્ર એક-એક નાગરિકને કોરોનાની રસી મળી, જાણો સૌથી વધુ રસીકરણ કયા સેન્ટરો પર થયું

અમદાવાદનાં 6 સેન્ટર એવાં જ્યાં માત્ર એક-એક નાગરિકને કોરોનાની રસી મળી, જાણો સૌથી વધુ રસીકરણ કયા સેન્ટરો પર થયું

 | 9:12 am IST
  • Share

 કોરોના મહામારીથી રક્ષણ માટે રાજ્ય સરકાર દ્વારા રસીકરણ ઝુંબેશ ચલાવીને લોકોને રસી લેવા માટે પ્રોત્સાહિત કરવાની વાત કરવામાં આવે છે, પરંતુ અમદાવાદ શહેરમાં શનિવાર સાંજ સુધીમાં અત્યારસુધીના કુલ ૫૧.૨૮ લાખથી વધુ લોકોને રસી અપાઇ છે.

સરકારના જણાવ્યા પ્રમાણે, ૭૦૦ જેટલા રસીકરણના સેન્ટરો ઉપરથી આ રસી અપાઇ છે. જેમાં કેટલાક એેવાં સેન્ટરો પણ છે જેમાં અત્યાર સુધી સિંગલ ડિજિટમાં રસીકરણ થયું છે. જાણીને નવાઇ લાગે પણ અમદાવાદના ૬ રસીકરણના સેન્ટરો ઉપર અત્યારસુધી માત્ર ૧-૧ જ રસીકરણ થયું છે. જ્યારે ૪૦ સેન્ટરો ઉપર ૧૦થી પણ ઓછું રસીકરણ થયું છે.

સૌથી વધુ રસીકરણમાં ટાગોર હોલમાં ૧.૨૩ લાખ, પંડિત દિનદયાલ હોલ-ગ્દઉઢ માં ૯૬ હજાર, મંગળપાંડે હોલમાં ૭૧ હજાર, ઘાટલોડિયા અર્બન હેલ્થ સેન્ટર-૧ માં ૬૩ હજારને રસીકરણ કરાયું. અમદાવાદમાં રસીકરણ અંગે સરકારના જણાવ્યા પ્રમાણે, શનિવાર સાંજ સુધીમાં ૫૧,૨૮,૪૬૦ રસીકરણ કરાયું છે. જેમા ૩૬ લાખને પ્રથમ ડોજ અને ૧૫.૨૪ લાખને બીજો ડોજ અપાયો છે.

રસીકરણમાં ઉમર પ્રમાણે જોવા જઇએ તો ૧૮-૪૪ વય જુથમાં સૌથી વધુ ૨૯.૯૮ લાખ લોકોએ રસી લીધી છે. ૪૫-૬૦ વયજુથમાં ૧૩ લાખ અને ૬૦ થી વધુ ઉમરના ૮.૨૨ લાખ લોકોનું રસીકરણ કરાયું છે. રસીકરણમાં ૪૮.૬૭ લાખ લોકોને કોવિશીલ્ડ અને ૨.૫૧ લાખને કોવેક્સિન રસી અપાઇ છે. ઉપરાંત જાતિ પ્રમાણે ૨૯.૧૯ લાખ પુરુષો અને ૨૨ લાખ મહિલાઓને રસી અપાઈ છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો