Ahmedabad In A Woman Complaint Against Her Son's Friend At The Vejalpur Police Station
  • Home
  • Ahmedabad
  • અમદાવાદમાં 21 વર્ષીય યુવાને મિત્રની માતાને કહ્યું- ‘પૈસા આપું, શરીર સંબંધ બાંધવા દો, શરીર પર હાથ ફેરવીને….’

અમદાવાદમાં 21 વર્ષીય યુવાને મિત્રની માતાને કહ્યું- ‘પૈસા આપું, શરીર સંબંધ બાંધવા દો, શરીર પર હાથ ફેરવીને….’

 | 9:51 am IST

રાજ્યમાં અવાર નવાર મહિલાઓ, યુવતીઓ અને બાળકીઓ પર શારીરિક અને માનસિક ત્રાસનો ગુનાઓ વધી રહ્યા છે. આજકાલ ઘોર કળિયુગમાં કંઈ પણ થઈ શકે છે, તેનો જીવતો જાગતો ઉદાહરણ રૂપ કિસ્સો અમદાવાદમાં નોંધાયો છે. આ ઘટનામાં દીકરાના 21 વર્ષીય મિત્ર સાથે પૈસા માંગવા પરિણીતાને ભારે પડ્યા છે. કોરોના કાળમાં પૈસાની જરૂરિયાત ઉભી થતા માતાએ પોતાના દીકરાના મિત્ર પાસે પૈસાની માંગણી કરી હતી, તો ઘોર કળિયુગમાં પોતાની માતા સમાન પરિણીતાને પૈસાના બદલામાં શરીર સંબંધ બાંધવા દેવાની વાત કરી હતી.

આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, શહેરના વેજલપુરમાં રહેતી 39 વર્ષીય મહિલાનો પતિ બીમાર હોવાથી તેની સારવાર માટે પૈસાની જરૂર હતી. આથી આ મહિલાએ તેમના દીકરાના મિત્ર પાસે પૈસાની મદદ માંગી તો મિત્રએ કહ્યું કે, તમને પૈસા આપું પરંતુ તેના બદલામાં તમે મને શું આપશો? મહિલાએ વ્યાજ આપવાનું કહ્યું તો, યુવકે કહ્યું કે, મારે વ્યાજ નથી જોઈતું પણ તમે મને તમારી સાથે શરીર સંબંધ બાંધવા દો. મહિલાને દીકરાના મિત્રની વાત સાંભળી ચોંકી ગઈ હતી અને છેવટે તેને વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પતિ બીમાર હોવાથી મહિલાને પૈસાની જરૂર હોવાથી દીકરાના મિત્રો પાસે પૈસાની મદદ માંગી હતી. 17 સપ્ટેમ્બરે રાત્રે 8 વાગ્યે મહિલાએ દીકરાના મિત્ર કૌશલ સોલંકી (ઉ.વ.21 રહે.આંબાવાડી કોલોની પાસે)ને પૈસા માટે કોલ કર્યો હતો. 18મીએ બપોરે કૌશલ મહિલાના ઘરે આવ્યો હતો. આ સમયે મહિલા બેડરૂમમાં હતી. તેની પાસે બેસીને આ યુવકે કહ્યું કે, તમે ચિંતા ન કરો આ 300 રૂપિયા રાખો, તમારે કેટલા પૈસાની જરૂર છે? મહિલાએ 15 હજારની જરૂર હોવાનું કહેતા જ કૌશલે મહિલાના શરીર પર હાથ ફેરવી કહેવા લાગ્યો કે, તમે ગભરાતા નહીં, હું તમારી સાથે છું.

19મી સવારે કૌશલનો ફોન આવ્યો કે, હું તમને પૈસા આપીશ તમે બદલામાં મને શું આપશો. જેથી મહિલાએ વ્યાજ આપવાનું કહ્યું હતું. કૌશલે કહ્યું કે, તમારે શારીરિક સંબંધ બાંધવો છે? મહિલાએ ના પાડતા કૌશલ કહેવા લાગ્યો કે, તમે આ વાત કોઈને કરતા નહીં, કહેશો તો તમારો દીકરો રાત્રે બહાર ફરે છે હું જોઈ લઈશ.

જુઓ આ પણ વીડિયો: 24 કલાકમાં 170 તાલુકામાં વરસાદ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન