Ahmedabad In a young man's throat was cut by a kite string
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • અમદાવાદમાં પતંગની દોરીથી યુવકનું ગળું કપાતા લોહી વહેવા લાગ્યું, સદ્દનસીબે હોસ્પિટલ ખસેડાયો

અમદાવાદમાં પતંગની દોરીથી યુવકનું ગળું કપાતા લોહી વહેવા લાગ્યું, સદ્દનસીબે હોસ્પિટલ ખસેડાયો

 | 10:28 am IST
  • Share

ઉત્તરાયણ (Uttarayan)ની ઉજવણી કરવા પતંગરસિયામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચાલુ વર્ષે કોરોના મહામારી (Corona epidemic)ના કારણે દરેક તહેવારોની ઉજવણીમાં વિઘ્ન આવ્યું છે. આ દરમિયાન હવામાન વિભાગે (Meteorological Department) પવનની ગતિને લઈ આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આજે પવનની ગતિ સામાન્ય રહશે. પ્રતિ કલાકે વધુમાં વધુ પ્રતિકલાકે 15 કિલોમીટરની રહી શકે છે. જ્યારે ઉતરપૂર્વના પવન ફૂંકાશે.

ઉત્તરાયણની ઉજવણી કરવા પતંગરસિયામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંતુ ઘણી વખત તહેવાર માતમમાં પણ ફેરવાઈ જતો હોય છે. ત્યારે હાલ અમદાવાદમાં પતંગની દોરીથી એક યુવકનું ગળું કપાયું હોવાની માહિતી મળી રહી છે. પોતાના ઘરેથી વાહન લઈને જતા જૂના વાડજના યુવકનું દોરીથી ગળું કપાયું છે. આ ઘટના બાદ યુવકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના નવા વાડજનો રહેવાસી યુવક આજે વહેલી સવારે પોતાના ઘરેથી નીકળ્યો હતો, ત્યારે આરટીઓ સર્કલ પાસે પહોંચતા યુવકનું દોરથી ગળું કપાયું હતું. આ ઘટના બાદ તાત્કાલિક યુવકને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો. સદ્દનસીબે યુવક બચી ગયો છે. આ યુવક જુના વાડજનો હાર્દિક સોલંકી છે.

108 દ્વારા પીડિતને સારવાર માટે સિવિલ અસારવા ખસેડાયો હતો, આ ઘટનામાં મોટા પ્રમાણમાં યુવકના ગળામાંથી લોહી વહેવા લાગ્યું હતું. યુવકને સારવાર માટે અસારવા સિવિલ ખસેડવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન