Ahmedabad In Epidemic breaks out, About 70 children are being admitted to Sola Civil every day
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • સાવધાન! અમદાવાદમાં રોગચાળો વકર્યો: સોલા સિવિલમાં રોજ દાખલ થઈ રહ્યા છે 70 જેટલા બાળકો

સાવધાન! અમદાવાદમાં રોગચાળો વકર્યો: સોલા સિવિલમાં રોજ દાખલ થઈ રહ્યા છે 70 જેટલા બાળકો

 | 8:16 am IST
  • Share

શહેર અને જિલ્લામાં રોગચાળાએ છેલ્લા લાંબા સમયથી માથું ઊંચક્યું છે, સરકારી તંત્રની નબળી કામગીરી વચ્ચે કેસો હજુ વધતાં જાય છે. સોલા સિવિલ હોસ્પિટલમાં સોમવારથી રવિવાર સુધીમાં એટલે કે સપ્તાહમાં ડેન્ગ્યુના ૭૦, ચિકન ગુનિયાના ૮ અને મેલેરિયાના ૧૧ નવા કેસ નોંધાયા છે, સોલાની ઓપીડીમાં રોજના સરેરાશ ૧,૫૦૦ દર્દી નોંધાઈ રહ્યા છે, બાળકોમાં રોગચાળાના કેસ વધુ આવી રહ્યા છે.

ઓપીડીમાં રોજના ૧૬૦ જેટલા બાળકો આવે છે, જે પૈકી ૬૦થી ૭૦ જેટલા બાળકોને દાખલ કરવા પડી રહ્યા છે, જે ચિંતાજનક બાબત છે. સોલા સિવિલ હોસ્પિટલના આર.એમ.ઓ. ડો. પ્રદીપ પટેલે જણાવ્યું હતું કે, રોગચાળાના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે.

છેલ્લા એક સપ્તાહમાં ડેન્ગ્યુના ૩૦૦ જેટલા શંકાસ્પદ કેસ પૈકી ૭૦ જેટલા પોઝિટિવ નોંધાયા છે, એ જ રીતે ચિકન ગુનિયાના ૯૬ જેટલા શંકાસ્પદ દર્દી નોંધાયા છે, જે પૈકી ૮ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, મેલેરિયાના ૭૨૫ જેટલા શંકાસ્પદ કેસ નોંધાયા હતા, જે પૈકી ૧૧ જેટલા પોઝિટિવ નોંધાયા છે.

સોલા સિવિલ હોસ્પિટલના સૂત્રોએ કહ્યું કે, બાળકોમાં રોગચાળાના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ગત સપ્તાહમાં જ અંદાજે ૧૫૦૦ જેટલા બાળકો ઓપીડીમાં સારવાર માટે નોંધાયા છે. સરકારી હોસ્પિટલોની જેમ ખાનગી હોસ્પિટલોમાં પણ રોગચાળાના કેસ સતત વધી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન