Ahmedabad in Husband Sent Obscene Photos of Wife Her Borther
  • Home
  • Ahmedabad
  • અમદાવાદમાં પતિ જ પત્ની માટે બન્યો હેવાન, પત્નીના અશ્લિલ ફોટા સાળાને મોકલીને કહ્યું કે…!!

અમદાવાદમાં પતિ જ પત્ની માટે બન્યો હેવાન, પત્નીના અશ્લિલ ફોટા સાળાને મોકલીને કહ્યું કે…!!

 | 9:41 am IST

પતિએ જ પત્નીના બીભત્સ ફોટો વાઈરલ કર્યાની ફરિયાદ સોલા પોલીસ સ્ટેશનમાં મંગળવારે રાત્રે મહિલાના ભાઈએ નોંધાવી છે. પતિએ અન્ય સ્ત્રી સાથે લગ્ન કર્યાની વિગતો ધ્યાને આવતાં મહિલાએ પતિ વિરુદ્ધ ગાંધીનગર પોલીસ સ્ટેશનમાં કેસ કર્યો હતો.

દરમિયાનમાં ચાર માસ પહેલા સાળાના મોબાઈલ પર પત્નીના સાતથી આઠ બીભત્સ ફોટો પતિએ મોકલીને તારી બહેનના ધંધા આખી દુનિયા જોશે તેમ કહી ધમકી આપી હતી. બાદમાં જે યુવતી સાથે આરોપી ભાગ્યો તેના ભાઈને પણ આરોપીએ ફોટો મોકલ્યા હતા.

ચાંદલોડિયા ખાતે રહેતાં અને ડેન્ટિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરતાં વિકાસભાઈ (નામ બદલ્યું છે)ની બહેનના લગ્ન એક વર્ષ પહેલાં વાવોલ ખાતે રહેતાં વિજય (નામ બદલ્યું છે) સાથે થયા હતા. જોકે, વિજયે અન્ય સ્ત્રી સાથે લગ્ન કર્યાનો ઘટસ્ફોટ થતાં વિકાસની બહેન શ્વેતા (નામ બદલ્યું છે)એ પતિ વિજય વિરુદ્ધ ગાંધીનગર મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.

બીજી તરફ શ્વેતાનો પતિ વિજય અન્ય યુવતીને લઈને ભાગી ગયો હોવાથી પરિવારજનોએ હેબીયસ કોર્પસ હાઇકોર્ટમાં દાખલ કરી હતી. ગત તા.૧૩મીના રોજ વિકાસના મોબાઈલ પર વોટસએપ મેસેજમાં બનેવી વિજયે કર્યા હતા. જેમાં શ્વેતાના સાતથી આઠ બીભત્સ ફોટો મોકલી વિજયે લખ્યું હતું કે, તમારી બહેનના ધંધા હવે આખી દુનિયા જોશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન