Ahmedabad In Motora Stadium kem chho trump 3 hours in Ahmedabad road show
  • Home
  • Ahmedabad
  • ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યક્રમમાં આમંત્રણ વિના નો-એન્ટ્રી, 3 કલાક પહેલા લેવા પડશે પ્રવેશ, અ’વાદમાં 3 કલાકનું રોકાણ

ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યક્રમમાં આમંત્રણ વિના નો-એન્ટ્રી, 3 કલાક પહેલા લેવા પડશે પ્રવેશ, અ’વાદમાં 3 કલાકનું રોકાણ

 | 4:37 pm IST

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદના મોઘેરા મહેમાન બનવાના હોવાથી શહેરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24મી ફેબ્રુઆરીએ ગુજરાતની મુલાકાતે આવશે. ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદમાં 215 મિનિટ રોકાવાના છે. જેમાં તેઓ પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન અમદાવાદમાં 3:30 કલાક રોકાશે. જેમાં તેઓ રોડ શોમાં અડધો કલાક, ગાંધીઆશ્રમમાં 30 મિનિટ અને મોટેરા સ્ટેડિયમમાં કેમ છો ટ્રમ્પ કાર્યક્રમમાં 2.30 કલાક રોકાશે.

ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદમાં સવારે 11.55 થી બપોરે 3.30 વાગ્યા સુધી રોકાશે. પીએમ નરેન્દ્ગ મોદી એરપોર્ટ પર ટ્રમ્પનું ભવ્ય સ્વાગત કરશે. મોટેરામાં ઈનોગ્રેશન બાદ જન સંબોધન કરશે. મોટેરાથી ટ્રમ્પ અને મોદી એરપોર્ટ રવાના થશે. તેમની સુરક્ષામાં 250 સિનિયર અધિકારી રૂટ પર બાજ નજર રાખશે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ 24મી ફેબ્રુઆરીના રોજ બપોરે 11.55 વાગે અમદાવાદ એરપોર્ટ પર આવશે. રોડ શૉ મારફત અડધા કલાકમાં ત્યાંથી સીધા ગાંધી આશ્રમ જશે, જ્યાં તેઓ ગાંધી આશ્રમની સાથે રિવરફ્રન્ટનો નજારો નિહાળીને રવાના થશે, ત્યારબાદ તેઓ મોટેરા સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરીને સ્ટેડિયમમાં જ કેમ છો ટ્રમ્પ કાર્યક્રમમાં જશે, જ્યાં 2 કલાક રોકાશે. આમ, અમદાવાદની મુલાકાતે આવી રહેલા ડોનાલ્ડ ટ્રમ્પ અડધો કલાક રોડ શૉમાં, અડધો કલાક ગાંધી આશ્રમમાં અને અઢી કલાક મોટેરા સ્ટેડિયમના કેમ છો ટ્રમ્પ કાર્યક્રમમાં હાજરી આપશે.

ટ્રમ્પના આગમનને લઈને અમદાવાદમાં રૂટ પણ લગભગ નક્કી કરી દેવામાં આવ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એરપોર્ટથી ગાંધી આશ્રમ જશે. સુભાષ બ્રીજ, રિવરફ્રન્ટ, એરપોર્ટ સર્કલ, હાંસોલ, કોટેશ્વર, ભાટ ગામ થઈ તેઓ મોટેરા પહોંચશે.

ટ્રમ્પના પ્રવાસની તૈયારી અંગે DCP વિજય પટેલની પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી હતી. ટ્રમ્પના પ્રવાસને લઈને પોલીસ વિભાગે સુરક્ષાને લઈને એક્શન પ્લાન ઘડ્યો હતો. મોટેરા સ્ટેડિયમમાં 1.20 લાખ જેટલા લોકો મોટેરામાં ટ્રમ્પને આવકારશે. તેના માટે 28 જેટલા પાર્કિંગ બનાવવામાં આવ્યા છે. બીજી બાજુ 10 હજારથી વધુ પોલીસકર્મીઓ ખડેપગે રહેશે. 25થી વધુ IPS, 200 PI, 800 PSI બંદોબસ્તમાં ગોઠવવામાં આવ્યા છે. આ સિવાય NSGની ટીમ પણ સુરક્ષા વ્યવસ્થામાં ગોઠવવામાં આવી છે. મોટેરા સ્ટેડિયમમાં બહારથી અને વિદેશથી આવતા લોકોનું ચેકિંગ પણ હાથ ધરાશે. સમગ્ર રૂટ અને કાર્યક્રમના સ્થળે ચેકિંગ ચાલુ છે. એસપીજીની અલગ અલગ ટીમો આવશે. સાથે એનએસજીની ટીમ પણ તહેનાત કરાશે.

એન્ટી સ્નાઈપર ટીમ પણ ટ્રંપ મુલાકાત વખતે હાજર રહેશે. શહેરમાં વિદેશમાંથી આવતા તમામ લોકોનુ ચેકિંગ થઈ રહ્યુ છે. હોટલમાં આવતા લોકોનું પણ ચેકિંગ ચાલી રહ્યુ છે. મોટેરાની આસપાસ રહેતા ભાડુઆતનુ પણ ચેકિંગ ચાલી રહ્યુ છે.

24 ફેબ્રુઆરીના રોજ અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે કેમ છો ટ્રપ કાર્યક્રમ યોજાનાર છે જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મુખ્ય મહેમાન બનવાના છે ત્યારે મોટી સંખ્યામાં કાર્યક્રમમાં એકત્રિત થવા માટે વડોદરાના ડભોઇ તાલુકામાં 30 એસ ટી બસો પૈકી 2500 લોકોને કાર્યક્રમમાં લઈ જવા માટે ભાજપના સંગઠનના હોદ્દેદારો કમર કસી રહ્યા છે ત્યારે ગુજરાત ના અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના લોકો કેમ છો ટ્રપ કાર્યક્રમમાં હાજર રહેવાના છે જે કાર્યક્રમને સફળ બનાવવા માટે એક લાખથી વધારે લોકો કાર્યક્રમમાં હાજર રહેશે.

જેથી ડભોઇ તાલુકામાંથી પણ 2500 લોકો તેમજ ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહે તે માટે ડભોઇ સર્કિટહાઉસ ખાતે સંગઠનના હોદ્દેદારોની બેઠક મળી હતી જેમાં પોતાના જ ગામમાં થી લોકો સરળતાથી બસમાં બેસી ના કાર્યક્રમમાં હાજરી આપી શકે તે માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે સાથોસાથ ફુડ પેકેટ સહિત કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આઈ કાર્ડ ની પણ સુવિધા આપવામાં આવી છે 2500 લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન