Ahmedabad In Outbreak reported: 179 cases of dengue, 115 cases of typhoid and 91 cases of chickenpox
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • અમદાવાદમાં રોગચાળો વકર્યો: ડેન્ગ્યૂના 179, ટાઇફોઇડના 115, ચિકનગુનિયાના 91 કેસ નોંધાયા

અમદાવાદમાં રોગચાળો વકર્યો: ડેન્ગ્યૂના 179, ટાઇફોઇડના 115, ચિકનગુનિયાના 91 કેસ નોંધાયા

 | 8:27 am IST
  • Share

અમદાવાદમાં સપ્ટેમ્બર મહિનામાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકરી રહ્યો છે. તા. ૧૩ સપ્ટેમ્બર સુધીમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો છે. શહેરમાં તા. ૧૩ સપ્ટેમ્બર સુધીમાં ઝાડા-ઉલટીના ૯૮, કમળાના ૭૩ અને ટાઈફોઈડના ૧૧૫ કેસ નોંધાયા છે.

જ્યારે સાદા મેલેરિયાના ૮૭, ઝેરી મેલેરિયાના ૦૯, ડેન્ગ્યૂના ૧૭૯ અને ચીકનગુનિયાના ૯૧ કેસ નોંધાયા છે. ગત વર્ષે સપ્ટેમ્બર સુધીમાં નોંધાયેલા ડેન્ગ્યુના કેસ ૪૩૨ની સરખામણીએ બમણા વધીને ૮૭૫ અને ચીકનગુનિયાના કેસ ૧૯૬થી અઢી ગણા વધીને ૫૦૦ થયા છે.

જ્યારે ગત વર્ષે સપ્ટેમ્બર સુધીમાં ઝાડા-ઉલટીના ૧,૭૫૦ કેસની સરખામણીએ દોઢ ગણા વધીને ૨,૪૧૨, કમળાના કેસ ૫૪૦ની તુલનાએ દોઢ ગણા વધીને ૮૬૬, ટાઈફોઈડના કેસ ૯૬૫ની તુલનાએ દોઢ ગણા વધીને ૧,૩૬૮ થયા છે.

આગામી દિવસોમાં ઝાડા-ઉલટી, ટાઈફોઈડ, કમળાના કેસોમાં વધારો થવાની શક્યતા હોવાનું માનવામાં આવે છે. છસ્ઝ્ર તંત્ર દ્વારા સાવચેતીરૃપે પગલાં લેવામાં નહીં આવે તો મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વધુ વકરે તેવી શક્યતા છે.

શહેરમાં મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે અને તેના પગલે મચ્છરજન્ય રોગચાળો માથું ઉંચકી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન