Ahmedabad In Ready for 60 Tabligi Jamatio free quarantine but the system has no time
  • Home
  • Ahmedabad
  • ઉલટી ગંગા, 60 તબલિગી જમાતીઓએ તંત્ર પાસે કરી નાંખી મોટી માંગણી પરંતુ તંત્ર પાસે હવે સમય નથી

ઉલટી ગંગા, 60 તબલિગી જમાતીઓએ તંત્ર પાસે કરી નાંખી મોટી માંગણી પરંતુ તંત્ર પાસે હવે સમય નથી

 | 7:47 am IST

શહેરના ઢાલગરવાડ, જમાલપુર અને બાપુનગર સહિતના વિસ્તારોમાં ઉત્તરપ્રદેશ, રાજસ્થાન સહિતના રાજ્યોમાંથી આ તબલિગી જમાતના ૫૦થી ૬૦ લોકોએ સામે ચાલીને તબીબી તપાસ કરાવવા, અથવા તો ક્વોરન્ટાઇન માટે તૈયારી દર્શાવી છે, જો કે સોમવારે કોઈ ટીમ પહોંચી શકી નથી, વ્યસ્તતા હોવાનું કારણ તંત્ર તરફથી બતાવાયું છે તેમ કહેતા જમાતના આગેવાનો કહે છે કે, હવે મંગળવારે ૫૦થી ૬૦ જમાતના લોકોની તપાસ કરાશે.

આમ તંત્ર તરફથી તપાસ મામલે ઢીલ દાખવવામાં આવી રહી હોવાનું પણ જણાવાઈ રહ્યું છે. બીજી તરફ અમદાવાદ શહેરમાં સોમવારે જે ૧૦ પોઝિટિવ કેસ નોંધાયા છે તેમાંથી ૧૦ કેસ જમાત સાથે સંકળાયેલા છે, અલબત્ત, આ ૧૦ પૈકી ૭ જેટલા જમાતી મૂળ ગુજરાતના નથી, તેઓ રાજસ્થાન, ઉત્તરપ્રદેશ વગેરેથી આવેલા છે, માત્ર ૩ જમાતી સ્થાનિક છે, તેમ જમાત સાથે સંકળાયેલા સૂત્રો જણાવી રહ્યા છે.

તેઓ કહે છે કે લોકડાઉનમાં ફસાયેલા ૧૫૦થી વધુ જમાતી અત્યાર સુધીમાં સામે ચાલીને ક્વોરન્ટાઇન થયા છે અથવા તો તબીબી તપાસ કરાવી છે, ઋસોમવારે ૨૨ લોકોએ સ્વૈચ્છિક રીતે તબીબી તપાસ માટે આગળ આવા છે અને હજુ ૫૦થી ૬૦ જમાતી જલદી તબીબી તપાસ થાય અથવા તો ક્વોરન્ટાઇન કરાય, લોહીના નમૂના લઈ રિપોર્ટ કરવામાં આવે તે માટે રાહ જોઈ રહ્યા છે.

હવે આરોગ્ય વિભાગને સમય મળશે ત્યારે મંગળવારે આ કાર્યવાહી આગળ વધશે. સૂત્રો કહે છે કે, સૌ પ્રથમ ૬૧ જમાતના લોકો એ પછી તબક્કાવાર રીતે ૨૮,૩૦,૧૬ અને સોમવારે ૨૨ લોકોની તબીબી તપાસ હાથ ધરાઈ છે. અન્ય ક્યા રાજ્યમાંથી અમદાવાદમાં જમાત આવી છે તેની માહિતી અમદાવાદના મરકઝમાંથી એસઓજીને આપવામાં આવતી હોય છે.

રાજ્ય બહારના જમાતી લોકો તબીબી તપાસ માટે રાજી થાય તે માટે ઉલેમાઓ, આગેવાનો સમજાવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસ તંત્ર તરફથી પણ કડક તેવર બતાવવામાં આવ્યા હતા, જેમાં ક્વોરન્ટાઇન થવા કહેવાયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન