Ahmedabad In Reveal the shocking history of smuggling, satellite Divya's a woman ... it works !!!!
  • Home
  • Ahmedabad
  • દાણચોરીના ઈતિહાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ, સેટેલાઇટની દિવ્યા નામની મહિલાએ કર્યું એવું કામ કે… !!!!

દાણચોરીના ઈતિહાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ, સેટેલાઇટની દિવ્યા નામની મહિલાએ કર્યું એવું કામ કે… !!!!

 | 9:50 am IST

સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સોનાના દાણચોરોને કેવું મોકળું મેદાન મળી ગયું તેનો ભાંડો તો પાછલા પાંચ વર્ષમાં રૂ. 1,300 કરોડના ચાર હજાર કિલો સોનાની દાણચોરીમાં ઝડપાયેલા બે ફાઈનાન્સર સહિતના આરોપીઓની તપાસમાં ફૂટયો.

પણ મંગળવારે સેટેલાઈટમાં રહેતી એક મહિલાની ધરપકડથી શહેરમાંથી દાણચોરીના ઈતિહાસમાં કદાચ પહેલીવાર એવો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે કે, દિવ્યા ભુદિયા નામની આ મહિલાએ ચાર વર્ષમાં દુબઈની 73 ટ્રીપ કરી 420 કરોડનું 1,285 કિલો સોનું બેરોકટોક ઘુસાડયું હતું.

બેગેજ હેન્ડલર જિજ્ઞોશ સાવલિયાને કસ્ટમ્સના અધિકારીઓએ અમદાવાદ એરપોર્ટમાંથી હેન્ડ બેગમાં સોનાની દાણચોરી કરતાં રંગે હાથ ઝડપ્યા પછી જે પ્રકારના ઘટસ્ફોટ થતા રહ્યાં તેમાં સેટેલાઈટના બીમાનગર પાસેના જીવનધામમાં રહેતી આ મહિલાની ધરપકડથી એરપોર્ટમાં દાણચોરોએ કેટલું ગાઢ નેટવર્ક સ્થાપી દીધું હશે તેનો અંદાજ માંડતા જ અધિકારીઓ ચોંકી ઉઠયા હતા. આ મામલે રૂતુગા ત્રિવેદી, હીના રૂતુગા ત્રિવેદી, નીતી ચુનીલાલ પરમાર, જીતેન્દ્ર રોકડ અને મેહુલ ભીમાણી સહિત અન્યોની સંડોવણી ખૂલી છે.

ત્રીજી જૂને ઇન્ટરનેશનલ ફ્લાઇટમાંથી ઊતરેલા લોકેશ શર્મા નામના પ્રવાસીની બેગ એરપોર્ટ બહાર બેગેજ હેન્ડલર જિજ્ઞોશ સાવલિયા લઈ જતા કસ્ટમ્સના અધિકારીએ પકડી પાડી હતી. જેમાં કસ્ટમના અધિકારીઓએ જિજ્ઞોશ સાવલિયા, લોકેશ શર્મા અને અખંડ જ્યોત જ્વેલર્સની દુકાનમાં કામ કરતા વિનેશ ઉર્ફે વિજય રાવલને ઝડપી લીધા હતા. જેઓની પુછપરછમાં ગોલ્ડની દાણચોરીનું મસ્ત મોટું રેકેટ હોવાનો ખુલાસો થયો હતો.

વર્ષ ૨૦૧૪થી ૨૦૧૮ સુધી ૪ હજાર કિલો સોનું જેની અંદાજે કિંમત રૂ.૧,૩૦૦ કરોડનું અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી આસાનીથી બહાર કાઢી આપ્યું હતું. જેના બદલામાં જિજ્ઞોશને બે કરોડ રૂપિયા અખંડ જ્યોત જ્વેલર્સના માલિક રૂતુગા ત્રિવેદીએ આપ્યા હતા.માણેકચોકમાં અખંડ જ્યોત જ્વેલર્સ દુકાનમાં માલિક રૂતુગા ત્રિવેદીની પત્ની હિના દુબઈથી લોકેશ શર્માને સોનાનો જથ્થો આપતી હતી.

આ સોનાનો જથ્થો અમદાવાદના એરપોર્ટ ઉપર ગ્રાઉન્ડ હેન્ડલિંગ તરીકે ફરજ બજાવતા જિજ્ઞોશ સાવલિયાને આપવામાં આવતો હતો. જેના બદલામાં રૂ. ૧.૩૦ લાખ રૂતુગા ત્રિવેદી આપતો હતો.કસ્ટમની તપાસમાં ખુલ્યુ હતુ કે, અવની ટાવરમાં રહેતા હિતેન્દ્ર જયતીભાઈ રોકડ અને મેહુલ રસીકભાઈ ભીમાણીએ સોનું લાવવા માટે અત્યાર સુધી ૧૦૫ કરોડ રૂપિયા તબક્કવાર ફાઈનાન્સ કર્યુ હતુ આ બન્ને જણાની પુછપરછમાં સેટેલાઈટ બીમાનગર પાસે આવેલ જીવનધામમાં રહેતી દિવ્યાનું નામ ખૂલ્યું હતું.

અત્યાર સુધીમાં આટલાની સંડોવણી
અત્યાર સુધીમાં આ કેસમાં રૂતુગા ત્રિવેદી, હીના રૂતુગા ત્રિવેદી, નીતી ચુનીલાલ પરમાર, જીતેન્દ્ર રોકડ, મેહુલ ભીમાણી અને હવે દિવ્યા ભુદિયાની સંડોવણી ખુલી છે.

માલિક રૂતુગાની પત્ની દુબઈથી સોનું આપતી હતી
માણેકચોકમાં અખંડ જ્યોત જ્વેલર્સ દુકાનમાં માલિક રૂતુગા ત્રિવેદીની પત્ની હિના દુબઈથી લોકેશ શર્માને સોનાનો જથ્થો આપતી હતી. આ સોનાનો જથ્થો અમદાવાદના એરપોર્ટ ઉપર ગ્રાઉન્ડ હેન્ડલિંગ તરીકે ફરજ બજાવતા જિજ્ઞોશ સાવલિયાને આપવામાં આવતો હતો.

એરપોર્ટના અધિકારીની સંડોવણી બહાર આવશે
એરપોર્ટના સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવે તો આખા રેકેટમાં એરપોર્ટના અધિકારીની સંડોવણી બહાર આવી શકે તેમ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન