Ahmedabad In Young Man And Girlfriend of abusive Viral Clip on social media
  • Home
  • Ahmedabad
  • અંગત પળો માણતા યુવક-યુવતીઓ માટે આંખ ઉઘાડનારો કિસ્સો: મોબાઈલમાંથી બિભત્સ ક્લિપ વાયરલ થઈ

અંગત પળો માણતા યુવક-યુવતીઓ માટે આંખ ઉઘાડનારો કિસ્સો: મોબાઈલમાંથી બિભત્સ ક્લિપ વાયરલ થઈ

 | 12:15 pm IST

શહેરમાં રહેતો યુવાન અને તેની ગર્લફ્રેન્ડ સાથે બેડરુમમાં અંગત પળો માણતો વીડિયો પોતાના ડિઝિટલ ઇન્સ્ટ્રુમેન્ટમાં ઉતાર્યો હતો. નવેમ્બરમાં આ વીડિયો ઇન્સ્ટ્રુમેન્ટમાંથી કોઇ પણ પ્રકારે ચોરી થઇ ગયો હતો પરંતુ બાદમાં પોર્ન સાઇટ પર દેખાયો હતો. વિદેશથી ઓપરેટ થતી પોર્ન વેબસાઇટ પર અપલોડ થયાની ફરિયાદ મળતા સીઆઇડી ક્રાઇમના સાઇબર સેલે તેને ખસેડાવ્યો હતો.

બાદમાં બીજી એક પોર્ન સાઇટ પર ચઢી જતાં ફરી સાઇબર સેલે તેને ખસેડવા માટે તજવીજ હાથ ધરી છે. સાઇબર સેલે તેને બોલાવ્યા વગર જ તેને મદદ કરી હતી. શહેરમાં રહેતો યુવાન અને તેની ગર્લફ્રેન્ડ સાથે બેડરુમમાં અંગત પળોનો વીડિયો મોબાઇલમાં ઉતાર્યો હતો. આ વીડિયો ડિઝિટલ ઇન્સ્ટ્રુમેન્ટમાંથી યેનકેન પ્રકારે કોઇએ મેળવી પોર્ન સાઇટ પર ચઢાવી દીધો હતો.

સીઆઇડી ક્રાઇમના એનસીસીઆરપી ઓન લાઇન પોર્ટલ પર સાઇબર સેલને જાણ કરી મદદ માંગવામાં આવી હતી. પોલીસે તેની પાસેથી પોર્ન સાઇટ અને અન્ય વિગતો મેળવી પોર્ન સાઇટ પરથી તેનો વીડિયો રીમુવ કરાવ્યો હતો. આ દરમિયાનમાં જ ફરી બીજી પોર્ન સાઇટ પર વીડિયો અપલોડ થઇ જતાં તેની માહિતી પણ સાઇબર સેલને આપતા ત્યાથી હટાવવાની તજવીજ હાથ ધરી હતી.

આવા મામલામાં પોલીસ સુધી આવતા લોકો ગભરાતા હોય છે પરંતુ તેમની માહિતી મેળવ્યા વગર જ પોલીસે તેમને મદદ કરી હોવાનુ સીઆઇડી ક્રાઇમના એસીપી બી.એમ.ટાંકે જણાવ્યુ હતુ. એસીપીએ વધુમાં જણાવ્યુ હતુ કે, યુવાન અને તેની ગર્લફ્રેન્ડનો વીડિયો પોર્ન સાઇટ પરથી હટાવ્યાનો પહેલો કિસ્સો છે.

આ પણ જુઓ વીડિયો: જામનગરમાં અકસ્માતના CCTV આવ્યા સામે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન