Ahmedabad income tax raid on Astral Pipes and ratnamani metals
  • Home
  • Ahmedabad
  • રત્નમણી મેટલ્સ અને એસ્ટ્રલ પાઈપ્સ પર ITના દરોડાની કામગીરી યથાવત

રત્નમણી મેટલ્સ અને એસ્ટ્રલ પાઈપ્સ પર ITના દરોડાની કામગીરી યથાવત

 | 9:09 pm IST
  • Share

  • ડિજિટલ ડેટા મેળવવા માટે સાઈબર એક્સપર્ટની મદદ લેવાશે
  • સર્વરના ડેટાથી કંપનીનો ભાંડો ફૂટશે
  • રત્નમણી મેટલ્સ અને રત્નમણી હેલ્થકેરમાં આઈટીનું સર્ચ

ઇન્કમટેક્સ વિભાગની એસ્ટ્રલ પાઇપ અને રત્નમણી મેટલ્સ પર દરોડાની કામગીરી સતત ત્રીજા દિવસે પણ યથાવત રહી છે. જો કે એસ્ટ્રલ પાઈપ્સ કંપનીના સર્વરમાં રાખવામાં આવેલ ડિજિટલ ડેટા મેળવવા માટે છેલ્લા 2 દિવસથી ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓ વલખા મારી રહ્યા છે. જો કે પાસવર્ડ પ્રોટેકટેડ સર્વરમાંથી ડિજિટલ ડેટા મેળવવો મુશ્કેલ છે.

આ ડિજિટલ ડેટા મેળવવામાં 2 દિવસની મહેનત સફળ ના થતા હવે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા સાયબર એક્સપર્ટની મદદ પણ લેવામાં આવશે. અધિકારીઓનું માનવું છે કે, સર્વરનો ડેટા જ્યારે પણ હાથ લાગશે ત્યારે ઘણી બધી માહિતી મળશે જેનાથી કંપનીનો ભાંડો ફૂટશે.

હાલ ઇન્કમટેકસના અધિકારીઓ બન્ને કંપનીઓના મોટા ઓર્ડરોની પણ ઉલટ તપાસ કરી રહી છે. અધિકારીઓને આશંકા છે કે, અનેક મોટા ઓર્ડરો રોકડમાં થયા છે જેના બિલ બનવાવામાં આવ્યા નથી અને માત્ર ચિઠ્ઠી પર વ્યવહાર થયો છે કે પછી કાચી બિલબુકમાં નોંધ કરવામાં આવી છે? જેને કારણે આગામી દિવસોમાં એસ્ટ્રલ પાઈપ્સ સાથે વ્યવહાર કરનારાઓની પણ આગામી દિવસોમાં તપાસ હાથ ધરવામાં આવશે.

બીજી તરફ મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ઈન્દ્રડ ખાતે આવેલી રત્નમણી મેટલ્સ અને રત્નમણી હેલ્થકેર પ્રાઈવેટ લિમિટેડમાં પણ આઈટીનું સર્ચ ચાલી રહ્યું છે. જેમાં મોટા પ્રમાણમાં બેનામી હિસાબો મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

જણાવી દઈએ કે, ગત મંગળવારે આવકવેરા વિભાગના 150 જેટલા અધિકારીઓ જાનૈયા બનીને રત્નમણી મેટલ્સ અને એસ્ટ્રલ પાઈપ્સ નામની કંપનીઓના 44 જેટલા ઠેકાણે દરોડા પાડ્યા હતા. જેને અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી માનવામાં આવે છે.

આવકવેરા વિભાગના 150 અધિકારીઓએ મંગળવારે રત્નમણિ મેટલ્સ એન્ડ ટ્યૂબ્સ અને એસ્ટ્રલ પાઇપ્સ બનાવતી કંપનીઓના 44 ઠેકાણે દરોડા પાડયા હતા. જેને અત્યાર સુધીના સૌથી મોટા દરોડા માનવામાં આવી રહ્યા છે. આ દરોડા દરમિયાન કરોડો રૂપિયાની બિનહિસાબી આવકના પુરાવા હાથ લાગ્યા છે. આ સિવાય 12 જેટલા બેંક લૉકરો પણ સીલ કરવામાં આવ્યા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો