Ahmedabad International Airport has been honored with 3 awards this year
  • Home
  • Ahmedabad
  • અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ આ વર્ષે 3 એવોર્ડથી થયું સન્માનિત

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ આ વર્ષે 3 એવોર્ડથી થયું સન્માનિત

 | 6:12 pm IST

દેશનાં અનેક એરપોર્ટની સરખામણીએ સૌથી વધુ પેસેન્જર અને કોમર્શીયલ સેવા પૂરી પાડતું અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ આ વર્ષે 3 એવોર્ડ મેળવી ચુક્યું છે. જયારે આવનારા દિવસોમાં એરપોર્ટ ઓથોરિટી દ્વારા સુરક્ષાને વધુ મજબુત બનાવવા એક્સ-રે લગેજ મશીન મુકાશે. તો એરપોર્ટનું પ્રાઈવેટાઈઝેશન કરી સેવાને વધુ સક્રિય કરવા પણ હાલ પ્રોસેસ ચાલી રહી છે. ત્યારે બર્ડ હિટનાં વધતા કેસો અંગે એરપોર્ટ ઓથોરિટી માત્ર મિટિંગોનો દોર ચલાવી અને કેસોમાં ઘટાડો લાવવા મંથામણ કરી રહી છે.

અમદાવાદ એરપોર્ટ અન્ય ઇન્ટરનેશનલ એરપોર્ટની સરખામણી એ હવે નામના મેળવી રહ્યું છે. છેલ્લા બે વર્ષથી એશિયા પેસેફિકમાં અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ 3 એવોર્ડ મેળવ્યા છે. સાથે જ ગત વર્ષની સરખામણીએ પ્રવાસીની સંખ્યામાં વધારો નોંધાયો છે. એરપોર્ટ ઓથોરિટીની વાત માનીયે તો છેલ્લા એક વર્ષમાં 1 કરોડ 11 લાખ પ્રવાસીઓએ અમદાવાદ એરપોર્ટની સેવા લીધી છે. તો ઇન્ડિયાનું 8માં ક્રમનું વિશાળ એરપોર્ટ અમદાવાદ બન્યું છે. જેને લઈ હવે પેસેન્જર અને કાર્ગો સહિતની સર્વિસીસમાં પણ ટેકનોસેવી બની રહેલા એરપોર્ટ પર લગેજ નું 3D ચેકિંગ કરવા પાંચ નવા એક્સ-રે મશીન લગાવાશે. રૂપિયા 31 કરોડનાં ખર્ચે ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આ મશીન લગાવવામાં આવશે.

અમદાવાદ એરપોર્ટ પર ગત વર્ષની સરખામણીએ 21.43 ટકા પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. તો બીજી તરફ એર કાર્ગોની મુવમેન્ટમાં પણ 50 ટકાનો વધારો થયો હોવાનું એરપોર્ટ ડીરેક્ટરનું માનવું છે. જોકે આ વધારાને ધ્યાને લઈ સુરક્ષા અને ફેસીલીટીમાં પણ એરપોર્ટ પર અત્યાઆધુનિક બેગ ચેકિંગ સિસ્ટમ લગાવવામાં આવશે. આ એક્સ-રે મશીન બેગની 3d ઈમેજ દેખી તમારા સામાનનું આધુનિક રીતે ચેકિંગ કરશે. આવા 5 મશીન ચેકીંગ માટે એરપોર્ટમાં આવનારા દિવસોમાં મુકવા એરપોર્ટે તૈયારી કરી લીધી છે. સાથે યુસર ડેવલોપમેન્ટ ફી અને પેસેન્જર સર્વિસ ફીમાં પણ અમદાવાદ એરપોર્ટે 80 ટકા ઘટાડો કરતા તમામ ફ્લાઈટનાં રેટ ઘટી શકે છે.

– અમદાવાદ એરપોર્ટને છેલ્લા એક વર્ષમાં મળ્યા 3 એવોર્ડ
– બેસ્ટ એન્વાઈર્મેન્ટ એન્ડ ગુડ એમ્બિયન્સ, બેસ્ટ કસ્ટમર સેટિસફેકશન, બેસ્ટ ઇન્ફાસ્ટ્રકચર અને ફેસિલિટેશનના એવોર્ડ મળ્યા.
– એરપોર્ટ ઓર્થોરીટીએ 80 ટકા UDF અને PSF ફી માં કર્યો ઘટાડો
– લગેજ માટે એરપોર્ટ પર લાગશે 5 નવી ટેક્નોલોજી વાળા X RAY મશીન GFX OUT

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન