Ahmedabad laldaravaja traffic police have Bad experience
  • Home
  • Ahmedabad
  • અમદાવાદના લાલદરવાજા પાસે ટ્રાફિક પોલીસને કડવો અનુભવ, બે શખ્સોનો વિચિત્ર કિસ્સો સાંભળી તમે પણ કહેશો કે…!!

અમદાવાદના લાલદરવાજા પાસે ટ્રાફિક પોલીસને કડવો અનુભવ, બે શખ્સોનો વિચિત્ર કિસ્સો સાંભળી તમે પણ કહેશો કે…!!

 | 10:13 am IST

હજુ તો ટ્રાફિકના નવા નિયમોની શરૃઆત થવાને ગણતરીના કલાકો બાકી છે ત્યાં લાલ દરવાજા નજીક જૂની જુમ્મા મસ્જીદ સામે રવિવારે સાંજે ટ્રાફિક પોલીસની મેમો બુક લઇ બાઇકસવાર બે શખસો નાસી ગયાનો વિચિત્ર કિસ્સો બન્યો હતો. ટ્રાફિક પોલીસને ધક્કો મારતા તેઓ નીચે પડી ગયા હતા.

અન્ય પોલીસકર્મીઓએ બાઇક પર પીછો કરતા નાસી રહેલા શખસે મેમો બુક ફેંકી દીધી હોવાનું સુત્રોએ જણાવ્યું હતુ. જોકે ટ્રાફિક પોલીસની આબરું ન જાય તે માટે કોઇ ફરિયાદ કરવાનું ટાળવામાં આવ્યું હતું.

લાલ દરવાજા જૂની મસ્જીદ સામે આજે સાંજે ટ્રાફિક પોલીસ ટ્રાફિક નિયમના ભંગ બદલ મેમો આપી રહી હતી. ત્યારે બાઇક પર સવાર બે શખસોએ હેલ્મેટ પહેર્યું ન હતુ. ટ્રાફિક પોલીસે તેમને અટકાવી મેમો આપ્યો હતો. બંને શખસો બાઇક પર બેઠા હતા અને મેમોમાં સહી કરવા માટે મેમો બુક ટ્રાફિક પોલીસે બાઇક ચાલકને આપતા બંનેએ મેમો બુક આંચકી બાઇક ભગાવ્યું હતુ.

મેમો બુક લેતી વખતે પોલીસકર્મીને પાછળ બેઠેલા શખસે ધક્કો મારી દીધો હતો. આ જોઇ અમુક પોલીસ કર્મીઓ તેને પકડવા દોડયા અને પીએસઆઈએ બાઈક પર પીછો કર્યો હતો. તે જોઈને બંને શખસોએ મેમો બુક રસ્તામાં નાખી ભાગી ગયા હતા. આ અંગે ઇ ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઇએ જણાવ્યું હતુ કે, પોલીસકર્મીને બાઇકચાલકે ધક્કો માર્યો હતો તેથી તેને પકડવા માટે પોલીસકર્મીઓ પાછળ દોડયા હતા.

આ પણ જુઓ વીડિયો: અમદાવાદના વાડજમાં લુખ્ખાતત્વોનો આતંક

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન