અમદાવાદમાં લુખ્ખાઓ બન્યા બેફામ, જાહેરમાં યુવકને માર્યો માર - Sandesh
NIFTY 10,806.60 +0.10  |  SENSEX 35,556.71 +20.92  |  USD 67.5100 +0.19
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • અમદાવાદમાં લુખ્ખાઓ બન્યા બેફામ, જાહેરમાં યુવકને માર્યો માર

અમદાવાદમાં લુખ્ખાઓ બન્યા બેફામ, જાહેરમાં યુવકને માર્યો માર

 | 9:56 pm IST

અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વોનો ત્રાસ દિનપ્રતિદિન વધી રહ્યો છે. સામાન્ય નાગરિકો પર અત્યાચાર અને પોતાની દાદાગીરી બતાવવા માટે આવા લોકો લોકોને હથિયાર વડે માર મારે છે. આવો જ એક કિસ્સો અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલ અંકુર ચાર રસ્તા પર પણ આવો જ એક બનાવ બન્યો હતો.

ઇનોવા કારમાં ભરબપોરે આવેલા અસામાજિક તત્વોએ એક યુવાન માર માર્યો હતો. આ યુવાનને લાકડીઓ વડે ખુલ્લા રોડ પર માર માર્યો હતો. પૈસાની લેતીદેતીમાં આ હુમલો થયો હોવાનું હાલ આસપાસના લોકો જણાવી રહ્યા છે.

આ ઘટના અંતર્ગત મારામારીના કારણે સમગ્ર રસ્તા પર ટ્રાફિક જામ થયો હતો. પોલીસ સુરક્ષાની વાત કરતા હોય છે પરંતુ અડધો કલાક ચાલેલી આ માથાકૂટમાં પોલીસ આવી નજર આવી ન હતી.