અમદાવાદઃ ‘પિતાજી તમે ચિંતા ન કરો હું સસરાના ઘરે જઇને પત્નીને તેડીને આવું છેુ’ - Sandesh
NIFTY 10,975.85 -4.60  |  SENSEX 36,419.77 +46.33  |  USD 68.8100 +0.19
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • અમદાવાદઃ ‘પિતાજી તમે ચિંતા ન કરો હું સસરાના ઘરે જઇને પત્નીને તેડીને આવું છેુ’

અમદાવાદઃ ‘પિતાજી તમે ચિંતા ન કરો હું સસરાના ઘરે જઇને પત્નીને તેડીને આવું છેુ’

 | 12:24 pm IST

અમદાવાદના ઘાટલોડિયામાં રહેતા જમીન દલલાનો મોટો પુત્ર રિસાયેલી પત્નીને સાણંદ ખાતે લેવા ગયો હતો અને પરત ફર્યો ન હતો. બીજી દિવસે બોપલના ગોધાવી ગામ ખાતે આવેલા તળાવમાંથી તેની લાશ મળી હતી. માથાના ભાગે ગંભીર ઇજાના નિશાન હોવાથી તેની હત્યા કરી હોવાનુ પીએમ રિપોર્ટમાં આવ્યું હતુ. આ અંગે બોપલ પોલીસે અજાણ્યા શખસો સામે હત્યાનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

ઘાટલોડીયા જનતાનગર રોડ પર આવેલી ભાગ્યોદય સોસાયટીમાં ઇશ્વરભાઇ સાકાભાઇ દેસાઇ(૫૨) પત્ની વાલીબહેન પુત્ર વિપુલ(૨૬) અને નાનો પુત્ર વિશાલ સાથે રહે છે. ઇશ્વરભાઇ જમીન દાલાલીનુ કામ કરતા અને બંને પુત્રો ગુરુકુલ સર્જન ટાવર ખાતે ગજાનંદ અમુલ પાર્લર નામની દુકાન ધરાવી વેપાર કરતા હતા. વિપુલના લગ્ન ૩ વર્ષ અગાઉ શેલાગામ ખાતે રહેતા રણછોડભાઇ રામાભાઇની દીકરી દીપીકા સાથે થયા હતા. દીપીકા કોઇ કારણોસર છેલ્લા ૧ વર્ષથી પિયરમાં રિસાઇને જતી રહી હતી.

દરમિયાનમાં તા.૦૨-૧૦-૨૦૧૭ના રોજ સાંજના સાડા સાત વાગ્યે વિપુલનો ફોન તેના પિતા પર આવ્યો હતો અને દીપીકાને લેવા માટે સાસરે જતો હોવાનુ જણાવ્યું હતુ. બાદમાં આઠ વાગ્યે સંજય ભલાભાઇ દેસાઇનો ઇશ્વરભાઇ પર ફોન આવ્યો હતો કે, વિપુલ રિસાયો છે ઘરે આવવાની ના પાડે છે અને સેન્ટ્રો ગાડી લઇને એક્ટીવા આપીને ગયો છે. તેથી ઇશ્વરભાઇએ વિપુલને ફોન કરી રિસાયા અંગે વાત કરી હતી. તેથી વિપુલે જણાવ્યું હતુ કે, પિતાજી તમે ચિંતા ન કરો હું સસરાના ઘરે જઇને પત્નીને તેડીને આવું છેુ. આશરે ૯ વાગ્યે વિપુલને ફોન કરતા તેનો ફોન બંધ આવતા તેના મિત્ર સંજયને તપાસ કરવા જણાવ્યું હતુ. મોડી રાત સુધી ઇશ્વરભાઇ, તેમના પુત્ર વિશાલ અને સંજયે શોધખોળ કરી પરંતુ તે ન મળી આવતા આખરે તેઓ પોતાના ઘરે જતા રહ્યા હતા.

દરમિયાનમાં બીજા દિવસે સવારે બોપલ પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો હતો કે, તમારા દિકરાનુ નામ વિપુલ છે તેના ખીસ્સામાંથી ગેસનુ બીલ મળ્યું છે તેની લાશ ગોધાવી ગામના તળાવમાંથી મળી છે. તેના માથા પર હથિયારથી ઘા કર્યા હતા જેથી તેની મોત થયાનુ માલુમ પડતું હતુ. આ અંગે બોપલ પોલીસે હત્યાનો ગુનો નોધી વિપુલના સીડીઆર સહિતની માહિતી કઢાવી છે. વિપુલનો ફોન પણ મળ્યો નથી તેવી અનેક ગંભીર બાબતો પોલીસ તપાસમાં બહાર આવી છે પોલીસે તે આધારે તપાસ હાથ ધરી છે.