રખડતા કૂતરાઓ માટે ભગવાન બન્યા આ અમદાવાદી, જુઓ તેમની દરિયાદિલીનો Video - Sandesh
  • Home
  • Videos
  • રખડતા કૂતરાઓ માટે ભગવાન બન્યા આ અમદાવાદી, જુઓ તેમની દરિયાદિલીનો Video

રખડતા કૂતરાઓ માટે ભગવાન બન્યા આ અમદાવાદી, જુઓ તેમની દરિયાદિલીનો Video

 | 11:47 am IST

અત્યારના સમયમાં લોકો સગા માબાપની સેવા પણ કરતા નથી, ત્યારે જીવદયા તો ઘણી દુરની વાત રહી. પરંતુ અમદાવાદના મહેન્દ્ર શ્રીમાળી એવા વ્યક્તિ છે કે જે છેલ્લા ઘણા વર્ષોથી મુંગા પશુઓની સેવા કરે છે.

મહેન્દ્ર શ્રીમાળી બેન્કમાં કામ કરતા હતા, ત્યારબાદ તેમને એકાએક વિચાર આવ્યો કે તેમણે કંઈક કરવુ જોઈએ, જેથી તેમના મનને શાંતિ મળે. ત્યારબાદ તેમણે મુંગા પશુઓ માટે કામ કરવાનુ શરૂ કર્યુ. જેમાં ખાસ કરીને રખડતા કુતરાઓ કે જેમની હાલત ખરાબ છે, જે કુતરાઓ ખોડ ખાંપણ વાળા છે તેમને સારા કરવાનું અને તેઓ ફરીથી સારી રીતે જીવી શકે તેમની સારવાર કરવાનુ શરૂ કર્યુ. છેલ્લા 20 વર્ષથી તેઓ પીપલ ફોર એનિમલ્સ હેલ્પલાઈન ચલાવે છે, જેના પરથી જાણકારી મળતા તે ગમે તે સ્થળેથી કુતરાઓને ગમે તેવી સ્થિતિ હોય તેમને સાજા કરવાનુ કામ કરે છે.

છેલ્લા 5 વર્ષથી તેઓએ અમદાવાદના ઝુંડાલ પાસે એક ખુબ જ વિશાળ જગ્યા બનાવી છે. અહીં સ્પેશિયલ એવી જગ્યા તૈયાર કરી છે જ્યા એવા કુતરાઓને આસરો આપવામાં આવે છે, જેમની હાલત ખરાબ હોય, જેઓ ચાલી શકતા ન હોય કે જેમને બીમારી હોય, કે ખોડખાંપણ હોય. તેમની સારવાર કરીને તેમને ભોજન આપીને તેમને સાથે રાખે છે. એક અલગ જ આનંદ તેમાથી મહેન્દ્રભાઈને પ્રાપ્ત થાય છે. આ કાર્યમાં તેમને સાથ આપનાર રમેશ પટેલે મહેન્દ્રભાઈને પોતાની જમીન છેલ્લા 5 વર્ષથી આ મુંગા પશુઓની સેવામાં આવી દીધી છે.