Ahmedabad Maninagar Swaminarayan Sansthan's bizarre video goes viral, monks chanting
  • Home
  • Videos
  • Featured Videos
  • સ્વામિનારાયણ સાધુઓનો 2 મિનિટને 36 સેકન્ડનો વિચિત્ર Video વાયરલ, મહંતનો એંઠો પેંડો ખાઈ સાધુઓ ઝૂમ્યા

સ્વામિનારાયણ સાધુઓનો 2 મિનિટને 36 સેકન્ડનો વિચિત્ર Video વાયરલ, મહંતનો એંઠો પેંડો ખાઈ સાધુઓ ઝૂમ્યા

 | 10:12 am IST

અમદાવાદમાં મણિનગર સ્વામિનારાયણ સંપ્રદાયના 11 જેટલા સાધુઓ કોરોના પોઝિટિવ આવ્યા છે ત્યારે આ મંદિરના સાધુઓ સોશિયલ ડિસ્ટન્સિંગની ધજ્જિયા ઉડાવીને મોઢેથી મોઢે પેંડો ખાઈ કોરોના વાયરસનો ફેલાવો કરવાની હરકત કરતાં હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

આ વીડિયો કયા દિવસનો છે તેની પુષ્ટિ થઈ શકી નથી પરંતુ મોટી સંખ્યામાં એકઠા થઈને સાધુઓ નાચી-ઝૂમી રહ્યા છે. આમ પોતાના જીવ જોખમમાં મૂકી બે મહિનાથી રાત દિવસ કામ કરી રહેલા કોરોના વોરિયર્સની મહેનતને એકીઝાટકે પાણી ફેરવી દેવાની આ હરકત પર સોશિયલ મીડિયામાં ફિટકાર વરસી રહ્યો છે.

સ્વામીનારાયણ સાધુઓના 2 મિનિટને 36 સેકન્ડના વીડિયોમાં ગાદી પર બિરાજમાન મહારાજ પોતાના મોઢામાં પેડા મૂકે છે ને બીજા મહારાજ પ્રસાદ સ્વરૂપે પેંડુ સ્વીકારી પેંડુ ખાય છે, આ ઉપરાંત ભગવા વસ્ત્રોમાં સજ્જ સાધુઓ મોટી સંખ્યામાં નાચી રહ્યા છે. હિન્દુ સનાતન ધર્મમાં કોઈ શાસ્ત્ર એંઠુ ખાવાનું અને એ ખાઈને નાચવાની છુટ આપતો નથી, એક રીતે પ્રસાદીનું પણ અપમાન કરી રહ્યા છે.

એવું કહેવાય છે કે, આ વીડિયો સ્વામીનારાયણ સંસ્થાનના પ્રમુખ પીપી સ્વામીના જન્મદિનનો હતો, એ દિવસે તેઓ પોતે પણ કોરોના પોઝિટિવ હતા અને અત્યારે અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તંત્રની મહેનત-લોકોની જાગૃતિના કારણે કોરોનાના કેસો ઘટી રહ્યા છે ત્યારે સ્વામીનારાયણ સંપ્રદાયની આવી હરકત ગુજરાતને ભારે પડી શકે છે અને ફરી વાર કોરોના અને મોતનો ખતરો ઝળુંબે તો નવાઈ નહિ તેમ જાણકારો કહી રહ્યા છે.

આ મામલે સરકાર કોઈ કાર્યવાહી કરશે કે કેમ તેવા સવાલો પણ ઊઠી રહ્યા છે, કે પછી સામાન્ય નાગરિકો પાસેથી પૈસા ખંખેરવા માટે જ સરકારે નિયમો બનાવ્યા છે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન