Ahmedabad Meghaninagar Youth Wants Be Don And Broke Rickshaw Glasses
  • Home
  • Ahmedabad
  • અ’વાદમાં તલવાર લઈ અસામાજિક તત્વોનો લુખ્ખો આતંક, ટિકટોક પર લખ્યું- ‘મેઘાણીનગર કા નયા ભાઈ…’

અ’વાદમાં તલવાર લઈ અસામાજિક તત્વોનો લુખ્ખો આતંક, ટિકટોક પર લખ્યું- ‘મેઘાણીનગર કા નયા ભાઈ…’

 | 8:22 pm IST

મેઘાણીનગરમાં પોલીસની શંકાસ્પદ ભુમિકાને કારણે ગુનેગારો બેફામ બન્યા છે જેલમાંથી છુટતાની સાથે જ માથાભારે ગુનેગાર જાણે પોલીસને ધમકાવતો હોય તેમ રસ્તા પર તલવાર લઇને ફર્યો અને 20 જેટલા વાહનોના કાંચ ફોડી નાખ્યા હતા. એટલેથી ગુનેગાર રોકાયો નહી અને એક રિક્ષા ચાલકને રોકી તેને તલવારના ઘા મારી તેના ગળામાંથી સોનાનો દોરો, રોકડ અને મોબાઇલ મળી 88 હજારની લૂંટી કરી હતી. વિરોધ કરનાર ચાર લોકોને તલવારના ઘા માર્યા હતા.

ખુલ્લા રોડ પર આતંક જોઇ ડરી ગયેલા લોકોએ પોલીસને ફોન કર્યો પરંતુ ફિલ્મી સ્ટાઇલે આરોપીઓ ભાગી ગયા બાદ પોલીસ પહોચી હતી. અગાઉ પણ રાત્રે બુટલેગરે ડીજે વગાડી બર્થડે ઉજવી ધમાલ મચાવી પરંતુ તેમાં પણ મેઘાણીનગર પોલીસે કોઇ જ કાર્યવાહી કરી ન હતી.

મેઘાણીનગરમાં અનુભવી પોલીસ અધિકારીઓના અભાવે કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા ઉડી ગયા છે. તાજેતરમાં બુટલેગરે રાત્રે ડીજે વગાડી છરા હાથમા લઇ પાર્ટી ઉજવી તેમાં છતાં કોઇ પુરાવા નથી કહીને પોલીસે કાર્યવાહી કરવા અંગે ગલ્લા તલ્લા કરવા લાગી હતી. તેવામાં મેઘાણીનગરનો કુખ્યાત ગુનેગાર ઓમપ્રકાશ ઉર્ફે રિંકુ શિવકુમાર પરીહાર, રવી, વિવેક યાદવ અને ટકલાએ મળી રવિવારે રાત્રે તલવાર અને ધોકા સાથે નિકળ્યા હતા. 20 જેટલા વાહનોના કાચ ફોડી નાખ્યા હતા અને રિક્ષા ચાલક ધર્મેન્દ્ર પરિહારને તલવાર મારી લૂંટી લીધો હતો અને ધમકી આપી હતી કે, જો પોલીસ ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખીશું. અન્ય ત્રણ લોકોને પણ તલવારના ઘા મારતા તેઓ ભાગી ગયા હતા.

આ ટોળકી પર મેઘાણીનગર કા નયા ભાઇ આયા તેવો ટીકટોક વીડિયો બનાવ્યો હતો. આ વિડિયો વિસ્તારમાં વાઇરલ થતાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. આ અંગે મેઘાણીનગર પોલીસે ગુનો નોધ્યો પરંતુ આરોપીઓને ન પકડી શકતા પોલીસ શંકાના દાયરામાં આવી ગઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન