Ahmedabad Memnagar flat Balcony Fall, One Man death
  • Home
  • Ahmedabad
  • અમદાવાદના મેમનગરમાં ફ્લેટની બાલ્કની ધડાકાભેર ધરાશાઇ, ગોજારી ઘટનામાં 1નું મોત

અમદાવાદના મેમનગરમાં ફ્લેટની બાલ્કની ધડાકાભેર ધરાશાઇ, ગોજારી ઘટનામાં 1નું મોત

 | 10:48 am IST

ફરી એકવખત અમદાવાદમાં એક ગોજારી ઘટના સામે આવી છે. અમદાવાદમાં આજે સવારે એક ફ્લેટની બાલ્કની ધારાશાઇ થવાના અહેવાલ મળી રહ્યા છે. આ ગોજારી ઘટનામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે.

અમદાવાદના ફ્લેટની બાલ્કની ધારાશાઇ થતા બે લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા. જેમણે તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડની જાણ કરતા કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, આજે સવારે અમદાવાદના મેમનગર પાસે આવેલા જનકપુર ફ્લેટમાં એક ગોજારી ઘટના સામે આવી હતી. મેમનગરના જનકપુરી ફ્લેટની બાલ્કનીની છત ધડાકાભેર તૂટી પડી હતી. આ ઘટનામાં બે લોકો ઘાયલ થયા હતા. જેમણે આસપાસના લોકોએ તાત્કાલિક હોસ્પિટલમાં સારવારઅર્થે દાખલ કર્યા હતા.

આ ઘટનાની જાણ ફાયરબ્રિગેડની કરાતા તેઓ કાફલા સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમની સાથે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયરબ્રિગેડના કાફલાએ તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું.

આ પણ જુઓ વીડિયો: સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી 137.96 મીટરે પહોંચી

આ પણ જુઓ વીડિયો: અરવલ્લીના મકાનમાં દિવાલ ધરાશાયી થતા એકનુ મોત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન