અમદાવાદ મેટ્રો ટ્રેનનું 4થી માર્ચે PM મોદી ઉદ્ઘાટન કરશે - Sandesh
  • Home
  • Ahmedabad
  • અમદાવાદ મેટ્રો ટ્રેનનું 4થી માર્ચે PM મોદી ઉદ્ઘાટન કરશે

અમદાવાદ મેટ્રો ટ્રેનનું 4થી માર્ચે PM મોદી ઉદ્ઘાટન કરશે

 | 8:46 pm IST

અમદાવાદ મેટ્રો ટ્રેનનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 4થી માર્ચે ઉદઘાટન કરાશે. આ જાહેરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વિધાનસભા ગૃહમાં કરી હતી. તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 4થી માર્ચે અમદાવાદની મુલાકાતે આવશે. મહત્વનું છે કે, એપરલ પાર્કથી વસ્ત્રાલ મેટ્રો ટ્રેન સેવા લોકો માટે ખુલ્લી મુકાશે. પ્રથમ તબક્કા માટેની કામગીરી પૂર્ણતા આરે છે.

મેટ્રો ટ્રેનનાં એક કૉચનો ખર્ચ 10.50 કરોડ છે. 40 કિમીની અંદર આવા 96 કૉચ જોઇએ. મેટ્રોનાં એક કૉચની અંદર 40 લોકોની સીટિંગ કેપિસિટી સાથે 300 લોકો સવાર થઈ શકશે. 10 વર્ષ સુધી 3 કૉચની ટ્રેન દોડાવવામાં આવશે, ત્યારબાદ 6 કૉચની ટ્રેન દોડાવાશે.

એક કોચમાં 300 લોકો પ્રવાસ કરી શકશે. એક કોચની લંબાઈ 16 મીટર, પહોળાઈ 4 મીટર, ઊંચાઈ 4 મીટર અને મહત્તમ સ્પીડ 90 કિલોમીટરની હશે. આ ઉપરાંત લાઈટ જશે તો પણ ટ્રેન એક કલાક સુધી દોડશે જેથી પેસેન્જરની મુસાફરી અટકશે નહીં. જેમાં 40થી 50 લોકો બેસી શકશે, જ્યારે 250 લોકો ઉભા રહી શકશે. મેગા કંપની દ્વારા મેટ્રો ટ્રેનના 96 કોચ માટે 1050 કરોડ રૂપિયાના ખર્ચે દક્ષિણ કોરિયાની કંપનીને વર્ક ઓર્ડર આપ્યાં છે. સરેરાશ 34 કિલોમીટરની સ્પીડે દોડનારી આ ટ્રેન એક સ્ટેશન પર 30 સેકન્ડ રોકાશે. પીક અવરમાં આ ટ્રેનનું દર બે મિનિટે જ્યારે ભીડ ઓછી હોય ત્યારે 12થી 15 મિનિટે સંચાલન કરવામાં આવશે. કોચમાં સંચાલન સ્પીડ 80 કિલોમીટર, સરેરાશ સ્પીડ 34 કિલોમીટર, ઈમરજન્સી એલાર્મ, પેસેન્જર એડ્રેસિંગ સિસ્ટમ, સીસીટીવી અને સ્મોક એન્ડ ફાયર ડિટેક્શન સિસ્ટમ જેવી સુવિધાઓ હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન