Ahmedabad: Monsoon rains, several trains and flights canceled in the morning
  • Home
  • Ahmedabad
  • આગામી 48 કલાકમાં બહાર જતા પહેલા સાત વાર વિચારજો, આટલી ટ્રેનોના પૈડા જ થંભી જશે

આગામી 48 કલાકમાં બહાર જતા પહેલા સાત વાર વિચારજો, આટલી ટ્રેનોના પૈડા જ થંભી જશે

 | 1:18 pm IST

અમદાવાદ સહિત ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આજે વહેલી સવારથી જ અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે. અમદવાદમાં બે દિવસ ભારે વરસાદની અગાહીને પગલે કોર્પોરેશન સજ્જ બન્યું છે. મુખ્ય કંટ્રોલરૂમમાં વરસાદની આગાહીને કારણે એલર્ટ રાખવામાં આવ્યું છે.

રાજ્યમાં ભારે વરસાદના કારણે અનેક ટ્રેનો અને ફ્લાઇટ કેન્સલ કે આગળ પાછળ ચાલી રહી છે. જો તમે આગામી 48 કલાકમાં ક્યાંક બહાર જવાનું વિચારતા હોય તો માંડી વાળજો. ભારે વરસાદના કારણે ટ્રેન સેવા પ્રભાવિત થઇ છે. ભારે વરસાદના કારણે વિમાન સેવા પણ પ્રભાવિત થઇ છે. વરસાદી પાણી ને કારણે કોચીન એરપોર્ટ પ્રભાવિત થયું છે. અમદાવાદથી કોચીન જતી આવતી ફલાઇટ રદ થઇ છે.

ભારે વરસાદથી કંઇ-કંઇ ટ્રેનો પ્રભાવિત થઇ
– પુણે નિજમુદ્દીન એક્સપ્રેસ
– બારમેર યશવંતપુર એક્સપ્રેસ
– પુણે ઇન્દોર એક્સપ્રેસ
– ઇન્દોર પુણેએક્સપ્રેસ
– ચંદીગઢ કોચીવેલી એક્સપ્રેસ રદ

ભારે વરસાદના કારણે 19થી વધુ ટ્રેન કંઇ તારીખે રદ કરાઇ
– 9 ઓગસ્ટની પુણે-નિજામુદ્દીન,બાડમેર-યશવંતપુર રદ
– 9 ઓગસ્ટની પુણે-ઈન્દોર,ઈન્દોર-પુણે,ચંદીગઢ-કોચીવેલી રદ
– 10 ઓગસ્ટની ગ્વાલિયર-પુણે,ભાવનગર-કાકીનાળા રદ
– 10 ઓગસ્ટની જયપુર-યથવંતપુર,ઈન્દોર-લિંગમપલ્લી રદ
– 10 ઓગસ્ટની ઈન્દોર-લિંગમપલ્લી,પુણે-ઈન્દોર,જયપુર-પુણે રદ
– 11 ઓગસ્ટની તિરૂનવેલ્લી-ઓખા,રાજકોટ-કોઈમ્બતુર રદ
– 11 ઓગસ્ટની પુણે-નિજામુદ્દીન,લિંગમપલ્લી-ઈન્દોર રદ
– 11 ઓગસ્ટની પુણે-જયપુર,અજમેર-મૈસુર એક્સપ્રેસ રદ
– 12 ઓગસ્ટની યશવંતપુર-બાડમેર,પુણે-ગ્વાલિયર રદ

આ પણ જુઓ: અમદાવાદથી કોચીન જતી-આવતી ફ્લાઈટ રદ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન