Ahmedabad-Mumbai Bullet train will Starts From 2023
  • Home
  • Ahmedabad
  • અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનનું ભાડું હશે આટલું, 2023માં થશે શરૂ

અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનનું ભાડું હશે આટલું, 2023માં થશે શરૂ

 | 6:40 pm IST

અમદાવાદ -મુંબઈ વચ્ચે દોડનારી હાઇ સ્પીડ બુલેટ ટ્રેનને લઈ આજે NHSRCLના ડાયરેકટર અચલ ખરેએ પત્રકારો સાથે વાતચીત કરી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, બુલેટ ટ્રેનની કામગીરી શરૂ થઈ ગઈ છે. બુલેટ ટ્રેનના રૂટ પર નવસારી સહિત અન્ય જગ્યાએ જમીનને લઈ વિવાદ હતો એ દૂર થઈ રહ્યો છે. ટ્રેનના રૂટ માટે ગુજરાતના 5300 વધુ પ્લોટની જમીન સંપાદિત કરવામાં આવશે. જેમાં 2600 જેટલાં પ્લોટ એટલે કે અડધી જમીન સંપાદિત થઈ ગઈ છે. બાકીની જમીન માટે કામગીરી ચાલુ છે. બુલેટ ટ્રેનનો સમગ્ર પ્રોજેકટ ડિસેમ્બર 2023 સુધીમાં પૂર્ણ થઈ જશે. સાબરમતીથી મુંબઈ સુધીનું અંદાજીત ભાડું 3000 રૂપિયા જેટલું હોઈ શકે છે.

અમદાવાદમાં 15 અને વડોદરામાં 8 કિમી એમ 22 કિમી જેટલું રેલવે અને બુલેટ ટ્રેન એક જ રૂટ પર છે જેથી રેલવેને કોઈ અસર ન થાય તે રીતે પણ કામગીરી કરવામાં આવી રહી છે. આ ટ્રેનના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત PM મોદીએ વર્ષ 2017 ની 14 સપ્ટેમ્બરે ના પ્રારંભમાં કર્યું. બુલેટ ટ્રેન મુંબઈથી અમદાવાદથી ૧૨ સ્ટેશન પર દોડશે. તો બુલેટની લંબાઈ ૫૦૮.૫ કિલોમીટર રહેશે અને બુલેટની ઓપરેટિંગ સ્પીડ ૩૨૦ કિમિ પ્રતિ કલાક રહેશે.

મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનલથી અમદાવાદના સાબરમતી જંકશન સુધી દોડનારી બુલેટ ટ્રેનનો કુલ ખર્ચ 1 લાખ કરોડથી વધુ થશે. જેમાં જમીન સંપાદિત કરવા માટે રૂ. 17000 કરોડ ખર્ચવામાં આવ્યા છે. બુલેટ ટ્રેનના રૂટમાં ગુજરાતમાં 158 ગામોની જમીન સંપાદિત કરવામાં આવી છે જેમાં માત્ર 15 ગામની જમીનમાં જ જંત્રીના ભાવને લઈ તકલીફ પડી છે. રૂટમાં આવતા નાન્દેજ ગેરતપુર પાસે આવેલા 5 ongcના કુવાને ખસેડવામાં આવ્યા છે. ઉપરાંત કુલ 1600 જેટલા ઇલેક્ટ્રિક પોલ પણ ખસેડવામાં આવ્યા છે. કાલુપુર રેલવે સ્ટેશન પાસે જ્યાં બુલેટ ટ્રેનનું સ્ટેશન બનશે તેવા પ્લેટફોર્મ નંબર 10,11,12 પર આવેલા સિગ્નલના 400થી વધુ કેબલ ખસેડવામાં આવ્યા છે. અંદાજે 1000 કિમીના કેબલ ખસેડયા છે.

બુલેટ ટ્રેન મુંબઈથી અમદાવાદથી ૧૨ સ્ટેશન પર દોડશે,બુલેટની લંબાઈ ૫૦૮.૫ કિલોમીટર રહેશે..તેમજ બુલેટની ઓપરેટિંગ સ્પીડ ૩૨૦ કિમિ પ્રતિ કલાક હશે.2.07 કલાકમાં 508 કિલોમીટરનુ અંતર કાપશે.બુલેટ ટ્રેનનો પ્રોજેકટ વર્ષ 2023ના પૂર્ણ થશે. જો કે અમદાવાદના સાબરમતી ખાતે બુલેટ ટ્રેનનુ સ્ટેશન જાપાનના શિંકાનસેન ડિઝાઈન આધારે તૈયાર કરાશે. ભુંકપ,વરસાદ,કુદરતી આફતમાં રેલ વ્યવહારને રોકી દેવાશે. આ પ્રોજેકટમાં 55 લાખ મેટ્રિક ટન સિમેન્ટનો વપરાશનો થશે. અને 15 લાખ મેટ્રિક ટન સ્ટીલનો વપરાશ થશે. જો કે અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનના કારણે પ્રવાસીઓને ફાયદો થશે.

આ વીડિયો પણ જુઓઃ

અમદાવાદ કે ખાડાવાદ – રિવરફ્રન્ટ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન