Ahmedabad Municipal Corporation Plan For Stray Animals Free City
  • Home
  • Ahmedabad
  • અમદાવાદમાં હવે ઢોર નહીં રાખી શકો, AMC બનાવી રહ્યું છે ખાસ પ્લાન

અમદાવાદમાં હવે ઢોર નહીં રાખી શકો, AMC બનાવી રહ્યું છે ખાસ પ્લાન

 | 6:46 pm IST
  • Share

  • અમદાવાદીઓ માટે આફત બની રહ્યાં છે રખડતા ઢોર!
  • હાઈકોર્ટની ફટકાર બાદ જાગ્યું AMC તંત્ર
  • પશુઓ માટે શહેરની બહાર વાડા બનાવવાની યોજના

અમદાવાદ શહેરના રસ્તાઓ પર રખડતા ઢોરોની સમસ્યા વધારે છે. રસ્તા પરથી પગપાળા પસાર થનારા કે ટૂ-વ્હીલર લઈને પસાર થનારા શહેરીજનો ક્યારે રખડતા ઢોરોની અડફેટમાં ચડી જાય તે કહેવું મુશ્કેલ છે. આવી ઘટનાઓ અવારનવાર સામે આવી રહી છે, જેમાં રખડતા ઢોરની અડફેટમાં કોઈનું કોઈ ઘાયલ થયું હોય. આટલું જ નહીં, રખડતા ઢોરના કારણે રસ્તાઓમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાવાની સમસ્યા પણ સામાન્ય બની રહી છે. આ મામલે ખુદ હાઈકોર્ટે કોર્પોરેશનનો ઉધડો લીધો હતો. જે બાદ રહી રહીએ અમદાવાદ કોર્પોરેશન જાગ્યું હોય તેમ લાગી રહ્યું છે.

હકીકતમાં અમદાવાદ શહેરને રખડતા ઢોરોથી મુક્ત કરવા માટે વર્ષોથી વાતો થઈ રહી છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી નથી કરવામાં આવી. એવામાં અમદાવાદ શહેરને ઢોર મુક્ત કરવા માટે AMC ખાસ પ્લાન બનાવી રહ્યું છે.

રખડતા ઢોરને લઈને કોર્પોરેશને મહત્ત્વનો નિર્ણય લીધો છે. જેમાં શહેરને રખડતા ઢોર મુક્ત કરવા માટે સરકારને રજૂઆત કરવામાં આવશે. આટલું જ નહીં, ગાય, ભેંસો સહિતના રખડતા ઢોરો માટે શહેરની બહાર વાડા કરવા માટે પણ રજૂઆત કરવામાં આવશે. આ માટે શહેર કમિશનર દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો