Ahmedabad Municipal Corporators Political Dominance: CM, Dy.CM, became Union Minister
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • અમદાવાદના મ્યુનિ. કોર્પોરેટર્સનો રાજકીય દબદબો: CM, Dy.CM, કેન્દ્રીયમંત્રી બન્યા

અમદાવાદના મ્યુનિ. કોર્પોરેટર્સનો રાજકીય દબદબો: CM, Dy.CM, કેન્દ્રીયમંત્રી બન્યા

 | 6:54 am IST
  • Share

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના રાજકારણમાં પ્રારંભ કરીને કોંગ્રેસ, ભાજપ, જનતા પરિષદ, જનતાદળ અને અપક્ષ મ્યુનિ. કોર્પોરેટરો પૈકી કેટલાંક રાજ્ય અને કેન્દ્ર સરકારમાં ઊંચા સ્થાનો પર પહોંચ્યા છે. જેમાં કેન્દ્રના ગૃહ અને સંરક્ષણ ખાતાના રાજ્યકક્ષાના મંત્રી પદે ભાજપના હરિન પાઠક પછી આજે ગુજરાતના સર્વોચ્ચ સ્થાન એવા મુખ્યમંત્રી પદે ભાજપના જ ભૂપેન્દ્રભાઈ પટેલ તથા ૧૯૮૫-૧૯૯૦માં કોંગ્રેસના નરહરિ અમીને નાયબ મુખ્યમંત્રી પદ પ્રાપ્ત કરીને ગુજરાતની તમામ મ્યુનિ. કોર્પોરેશનમાં આગવું સ્થાન પ્રાપ્ત કરવાનો એક રેકોર્ડ સ્થાપિત કર્યો છે.

ત્યારે એ જાણીને પણ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની ૧૯૫૦-૫૧માં રચના થઈએ પછીના મ્યુનિ. કોર્પોરેશનના આ રાજકીય ઇતિહાસમાં ૧ કેન્દ્રીય મંત્રી, ૧ મુખ્યમંત્રી અને ૧ નાયબ મુખ્યમંત્રી સાથે ત્રણ આરોગ્યમંત્રીઓ અને ૨ ગૃહમંત્રી પણ ગુજરાતને આપ્યા છે. આ આરોગ્ય મંત્રીઓમાં (૧) કોંગ્રેસના મોહનલાલ વ્યાસ (૨). જનતા પરિષદના ડો. વાસુદેવ ત્રિપાઠી અને (૩) ભાજપના અશોક ભટ્ટનો સમાવેશ થવા જાય છે તો વળી બે મજૂરમંત્રીઓ પણ મ્યુનિ. કોર્પોરેશને આપ્યા છે. જેમાં કોંગ્રેસના (૧) શાંતિલાલ શાહ અને (૨) નવીનચંદ્ર બારોટનો તથા કોંગ્રેસના જ એક પંચાયત મંત્રી નરસિંહ મકવાણા તથા રાજ્ય ગૃહમંત્રી જીતુ શાહનો સમાવેશ થવા જાય છે, જ્યારે ભાજપના ત્રણ મંત્રીઓમાં (૧) મહેસૂલમંત્રી કોશિક પટેલ અને (૨) પ્રદીપસિંહ જાડેજા (૩) મહિલા સમાજ કલ્યાણ મંત્રી ડો. માયાબહેન કોડનાની મુખ્ય છે.

ગુજરાત વિધાનસભાના સ્પીકરપદે જનતા પરિષદના મનુભાઈ પાલખીવાલાએ દીર્ઘ સેવા આપી હતી. આરોગ્યમંત્રી અશોક ભટ્ટે પણ તેમની છેલ્લી ટર્મમાં સ્પીકરપદ શોભાવ્યું હતું. તો કોંગ્રેસના કરીમજી છીપા પાસે સંસદીય સચિવપદે સેવા આપી હતી.

જો સંસદસભ્યની વાત કરીએ તો ભૂતકાળમાં કોંગ્રેસના મોહંમદ શરીફ છીપા બાદ છેલ્લા ત્રીસ વર્ષમાં નરસિંહ મકવાણા, હરિન પાઠક, રતિલાલ વર્મા, હસમુખ પટેલ, શ્રીમતી ભાવનાબહેન દવે મુખ્ય છે. જ્યારે ધારાસભ્યપદે ચૂંટાયેલા કોર્પોરેટરોની સંખ્યા નોંધપાત્ર છે. જેમાં પ્રજા સમાજવાદી પક્ષના બ્રહ્મકુમાર ભટ્ટ, માર્તંડ શાસ્ત્રી, ડો. અજિતકુમાર પટેલ, ડો. ઓચ્છવલાલ તલાટી, કોંગ્રેસના વાડીલાલ કામદાર, લાલભાઈ કુંદીવાલા, મોહંમદ હુસેન બારેજિયા, સુરેન્દ્ર રાજપૂત, ભાજપના સુરેશભાઈ પટેલ, જગદીશભાઈ પટેલ, ભાવિનશાહ, રાકેશ શાહ અને કોંગ્રેસના હિંમતસિંહ પટેલ મુખ્ય છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો