ahmedabad Naroda Gam riot sessions court started hearing the case
  • Home
  • Ahmedabad
  • અ’વાદમાં નરોડા ગામ રમખાણ મામલે સેશન્સ કોર્ટમાં સુનાવણી શરૂ

અ’વાદમાં નરોડા ગામ રમખાણ મામલે સેશન્સ કોર્ટમાં સુનાવણી શરૂ

 | 12:29 pm IST

વર્ષ 2002ના ગોધરાકાંડ રમખાણોના પગલે રાજયભરમાં ફાટી નીકળેલા તોફાનમાં નરોડા ગામ પણ બાકાત રહ્યુ ન હોતુ. જેમાં 11 લોકોના મોત થયાં હતા. આ કેસની સુનાવણી હાલ સેશન્સ કોર્ટમાં ચાલી રહી છે.

વિશેષ તપાસ સમિતિ હોવા છતાં પણ કેસની સુનાવણી અમદાવાદ સેશન્સ કોર્ટમાં છેલ્લા કેટલાંય વરસોથી ચાલી રહી છે. આ ઘટના જ્યારે બની ત્યારે માયા કોડનાની, બાબુ બજરંગી સહિતના આરોપીઓ તે સમયે હાજર હતા કે નહીં તે અંગે સુનાવણી ચાલી રહી છે. આ કેસમાં ખાનગી ચેનલ દ્ગારા કરાયેલ સ્ટિંગની સીડી ફરીથી કોર્ટમાં જોવાશે. હાલ મળી રહેલા અહેવાલ અનુસાર, બાબુ બજરંગીનું પુરેપુર સ્ટિંગ ટ્રાન્સ્ક્રીપ્ટ સાથે કોર્ટમાં ચલાવાયું હતું.

તમને જણાવી દઈએ કે, વિશેષ તપાસ સમિતિ હોવા છતાં પણ કેસની સુનાવણી અમદાવાદ સેશન્સ કોર્ટમાં છેલ્લા કેટલાંય વરસોથી ચાલી રહી છે. જેને 6 માસમાં પુરી કરવા સુપ્રિમ કોર્ટે આદેશ આપ્યો છે. અત્યાર સુધી સીટે 7 જેટલા રમખાણોની તપાસ કરી ચૂકી છે અને તેનુ જજમેન્ટ વિશેષ કોર્ટ દ્રારા આપી દેવાયું છે. એક માત્ર નરોડા ગામનુ જજમેન્ટ હજુ આવી શકયુ નથી પણ સીટ દ્રારા 450થી વધુ સાક્ષીઓના નિવેદન સાથે તપાસ પુરી કરી દેવાઈ છે. આ કેસમાં કુલ 82 આરોપી છે જેમાં 11નાં મોત નીપજી ચૂકયા છે.