Ahmedabad Naroda Husband doing Woman Harassment withe Her Wife
  • Home
  • Ahmedabad
  • પતિને શારીરિક સંબંધની ભૂખ પડી ભારે, પત્નીએ દેખાડી દીધો યમરાજનો ચહેરો

પતિને શારીરિક સંબંધની ભૂખ પડી ભારે, પત્નીએ દેખાડી દીધો યમરાજનો ચહેરો

 | 3:44 pm IST

અમદાવાદનાં નરોડા વિસ્તારમાંમાં પત્નીને મચ્છર કરડતા પતિને દાસ્તાં વડે ધોઈ નાખ્યો હોવાની ઘટના સામે આવી છે. પરંતુ આ મામલે સામસામી ફરિયાદ દાખલ થઇ છે જમા પત્નીનો આરોપ છે કે, તેનો પતિ અને તેની સાસરી પક્ષના લોક ગત ગણા વર્ષોથી તેને માનસિક અને શારિરીક રીતે હેરાન કરી રહ્યા છે. સાથે પત્નીનું કહેવું છે કે તેના પતિએ રાત્રીના 2.30 વાગ્યાની આસપાસ તેની સાથે શારિરીક સંબંધની માંગણી કરી હતી. જોકે આ દરમિયાન તેમની દીકરી પણ સાથે સૂઇ રહી હતી માટે પત્નીએ તેનો સાફ ઇન્કાર કર્યો હતો પરંતુ પતિ પોતાની માંગ પર કાયમ રહ્યો અને આ કારણે તેમની વચ્ચે ઝઘડો થયો હતો. જેને લઇ બંન્ને પક્ષ પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ નરોડા સ્મશાનની સામે આવેલી એક સોસાયટીમાં રહેતી 41 વર્ષીય મહિલાના લગ્ન 22 વર્ષ પહેલાં થયા હતા.સંતાનમાં 20 વર્ષની પુત્રી અને 16 વર્ષનો પુત્ર છે. ગત તા. 13મીએ આ મહિલા સુઈ ગઈ હતી ત્યારે અચાનક પતિએ રાત્રે અઢી વાગ્યે તેને શરીર સબન્ધ બાંધવા દબાણ કર્યું હતું. પત્ની અનુસાર, ઘરમાં લાઇટના હોવાથી લાઇટ બિલ ભરવા પત્નીએ પતિને કહ્યું હતું. પરંતુ આર્થિક સ્થિતિ કમજોર રહેતા પતિ છેલ્લા બે મહિનાથી વીજળીનું બીલ પણ ચૂકવી શક્‍યો નહોતો.

પત્નીની ફરિયાદ સાંભળીને પતીએ તેને બેડ પર સુવા કહ્યું હતું. આ સાંભળીને પત્ની ગુસ્‍સે થઈ ગઇ હતી, અને બંન્ને વચ્ચે અડધી રાત્રે માથાકુટ થઇ હતી. જેમા પત્નીને માર મારતા તેમને સારવરા અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બાદમાં પોલીસ કાફલો તેમના ઘરે પહોંચી ગયો હતો અને પરિણીતાએ ફરિયાદમાં કરેલા આક્ષેપ મુજબ તેના સસરિયાઓ અનેક વર્ષોથી ત્રાસ આપતા હતા અને દહેજની પણ માંગણી કરતા હતા. છેલ્લા 25 દિવસોથી પતિએ લાઈટ બિલ પણ ભર્યું ન હતું અને લાઈટ કનેક્શન કપાઈ જતા અંધારામાં રહેવું પડતું હતું. આખરે નરોડા પોલીસે આ આક્ષેપોને સાંભળી આઇપીસી 498(a), 323,324, 294 (ખ), 114 અને દહેજ પ્રતિબન્ધ નિયમ હેઠળ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન